ગાંધીનગરઃ વેકસીનેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે મતદાર યાદીનો ઉપયોગ કરાશે. બુથ વાઇઝ કોણ વેકસીન માટે બાકી છે તેની ચકાસણી થશે અને મતદાર યાદીના મારફતે 100 ટકા વેકસીનના ટાર્ગેટ સુધી પહોંચી શકાશે. મુખ્ય અગ્ર સચિવ આરોગ્ય વિભાગ મનોજ અગ્રવાલે આ માહિતી આપી. આરોગ્ય વિભાગના સહયોગથી આગાખાન સંસ્થા અને sbi ફાઉન્ડેશન દ્વારા વેકસીનેશન આવરનેશ ડ્રાઇવનું આયોજન કરાયું છે, જેમાં વેકસીનેશન એવરનેસ દ્રાઈવ ને "પ્રોજેકટ પ્રતિરક્ષા" નામ આપવામાં આવ્યું.


રાજ્યના અલગ અલગ 10 બ્લોકમાં વેકસીનેશનનું આયોજન કરાયું છે, જેમાં ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરત, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લોક બનવવામાં આવ્યા છે, જ્યાં બાકી રહેલા લોકોને વેકસીન લેવા માટે પ્રોત્સાહિત કરાશે. 10 બ્લોકમાં કુલ 388 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં 100 ટકા વેકસીનેશન કરાયું. 5 લાખથી વધુ લોકોને કોરોના વેકસીનેશનના ડોઝ આપવામાં આવશે. 


10 બ્લોકમાં રાજ્ય સરકાર દ્વારા વાહનો અને વોલ પેઇન્ટિંગથી વેકસીનેશનની અવેરનેસ લાવવામાં આવશે. મનોજ અગ્રવાલે કહ્યું કે અંદાજે 1.25 લાખ કુટુંબો 6 જેટલા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વેકસીન લેવામાં બાકી છે. જ્યાં આ સંસ્થા વેકસીન લેવા માટે લોકોને સમજાવશે. સામાજિક સંસ્થાઓના સાથ સહકારના કારણે 100 ટકા વેકસીનના ટાર્ગેટ સુધી પહોંચીશુ. વેકસીન સેન્ટર પહેલા ફિક્સ હતા. હવે છૂટછાટ આપી છે જ્યાં 10 લોકો બાકી હોય ત્યાં પણ કામ કરવા સૂચનાઓ આપી છે.


વલસાડમાં સતત બીજા દિવસે નોંધાયા કોરોનાના 6 કેસ, ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ વલસાડમાં


અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે ફરી એકવાર 20થી વધુ કોરોનાના કેસો આવ્યા છે. ગઈ કાલે 25 કેસો આવ્યા હતા, જેમાંથી સૌથી વધુ વલસાડમાં 6 કેસ નોંધાયા હતા. તેના આગલા દિવસે પણ વલસાડમાં કોરોનાના 6 કેસ નોંધાયા હતા. અત્યારે ગુજરાતમાં કોરોનાના કુલ 165 એક્ટિવ કેસો છે. જેમાં સૌથી વધુ 47 એક્ટિવ કેસો વલસાડમાં છે. આ પછી અમદાવાદમાં 29, સુરતમાં 24, વડોદરા અને નવસારીમાં 15-15 એક્ટિવ કેસો છે. તો 19 જિલ્લા તો એવા છે જ્યાં એક પણ એક્ટિવ કેસ નથી. તેમજ બાકીના જિલ્લામાં સિંગલ ડિઝિટમાં એક્ટિવ કેસ રહ્યા છે.