ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર બન્યા પછી આજે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. ત્યારે મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટેનો પહેલો સૌથી મોટો નિર્ણય લીધો છે. જેનો સીધો ફાયદો રાજ્યના ખેડૂતોને થવાનો છે. કુદરતી આફતો બાદ ચુકવાતી સહાયમાં રાજ્ય સરકારે વધારો કરાયો છે. કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે વધારો કરવાની મંજુરી આપી છે. કેશડોલ્સની રકમ અને sdrfના ધોરણોમા વધારો કરવામાં આવશે.

આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં તો મેઘરાજા મન મૂકીને વરસશે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે . હવામાન વિભાગ અનુસાર બુધવાર અને ગુરૂવારના મેઘરાજા ખમૈયા કરે તેવી શક્યતા છે. પણ 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. 


હવામાન ખાતા દ્વારા આગાહી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં 22 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. રાજકોટ,જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર ,દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના છે. 


આગામી 25 અને 26 સપ્ટેમ્બર સુધી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતાં બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRFને સૂચના અપાઈ છે.


આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાવાળા ઉ૫રોક્ત જિલ્લાઓમાં રાહત બચાવ અંગે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી શકાય તે રીતે સંપૂર્ણ એલર્ટ રહેવા લાઇન વિભાગના હાજર અઘિકારીઓને સૂચના અપાઈ છે. વરસાદ અંગે IMDની આગાહી ધ્યાને લેતા કડાણા ડેમની ઈનફ્લો / આઉટફ્લો અંગે રિપોર્ટ મોકલવા સિંચાઇ વિભાગના હાજર અઘિકારીને સૂચના અપાઈ છે.