ગાંધીનગરઃ ગુજરાત(Gujarat)માં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી (Deputy CM) નીતિન પટેલે (Nitin Patel) લોકોને કોરોનાના નિયમોનું (Corona Guideline) પાલન કરવા અપીલ કરી છે. તેમજ દરેક લોકોને માસ્ક (Mask) પહેરવા  માટે અપીલ કરી છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં રાજીનામું મુકનારો ડોક્ટરો (Gujarat Doctors) મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું છે. 


આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી જે ડોક્ટરો રિટાયરમેન્ટ થવાની નજીક આવ્યા હોય, જેમની પેન્શન પાત્ર નોકરી થઈ ગઈ હોય એટલે કે હવે નિવૃત્ત થાય તો પેન્શન પણ મેળવી શકે અને પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસ પણ કરી શકે એવી ગણતરીથી કેટલાક ડોક્ટરોએ થોડા મહિનાઓમાં જે રાજીનામા મુક્યા છે. જોકે, અમારા આરોગ્ય વિભાગ તરફથી કે મારા તરફથી કોઈ પણ ડોક્ટરનું રાજીનામું સ્વીકારવામાં આવતું નથી. અમે બધા જ ડોક્ટરોને કહ્યું છે કે, જ્યાં સુધી કોરોના સંક્રમણ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજીનામું સ્વીકારવામાં નહીં આવે. નાગરિકો-હોસ્પિટલોને અત્યારે ડોક્ટરોની સેવાની જરૂર છે. એટલે કોઈ પણ ડોક્ટર, કોઈ પણ કક્ષાના હશે એમનું રાજીનામું રાજ્ય સરકાર મંજૂર કરવાની નથી. 


તેમણે ઉમેર્યું હતું કે, કદાચ કોઈ ડોક્ટર પોતે ખૂબ ગંભીર બીમારી ધરાવતા હોય, નોકરી ઉપર આવી શકતા ન હોય, એવા ખાસ કિસ્સાઓમાં જ ગણ્યા-ગાંઠ્યા ડોક્ટરોના રાજીનામા રાજ્ય સરકારે હવે મંજૂર કર્યા છે. પણ મોટા ભાગના ડોક્ટરો જે સ્વસ્થ છે, તંદુરસ્ત છે પણ નિવૃત્ત થઈને પોતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કે બીજો કોઈ વ્યવસાય કરવા માંગે છે, એવા કોઈ ડોક્ટરોના રાજીનામાં અમે મંજૂર કર્યા નથી. કોઈનું પણ રાજીનામું આરોગ્ય મંત્રી તરીકે અત્યારે હું મંજૂર કરવાનો નથી. 

પેટ્રોલ-ડિઝલને GSTના દાયરામાં લાવવા મુદ્દે નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત


ગઈ કાલે વિધાનસભા (Gujarat Assembly)માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જીએસટી(GST) અંગે વાત કરી હતી. આ સમયે પેટ્રોલ-ડિઝલને (Petrol-diesel) જીએસટીના દાયરામાં કેમ લાવવામાં નથી આવતું તે અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૃહમાં હું સ્પષ્ટ વાત કરવા માગું છું. GSTનો બેઝિક કાયદો એવો છે કે આવકના 50 ટકા રાજ્યને તો 50 ટકા કેન્દ્રને જાય. સિમેન્ટ ગુજરાતમાં બને પણ એનું મોટું વેચાણ અન્ય રાજ્યમાં જાય તો ટેક્સ એ રાજ્યને જાય. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની (Narendra Modi) માંગણી હતી કે શરૂઆતના 5 વર્ષ ગેરેન્ટી આપે, કેન્દ્રમાં ચિદમ્બરમે હા પણ પાડી હતી. કોંગ્રેસની સરકાર રાજ્યોને રક્ષણ આપતી ન હતી. બધાને મીઠું બોલવું ગમે છે, પણ એની અસર શું થાય.  


 


પેટ્રોલ ડીઝલની હાલની આવક રાજ્યની છે, જેમાંથી કેન્દ્રને કશું આપવાનું નથી. કોંગ્રેસ શાસિતના રાજ્યો પણ સંમતિ આપતા નથી. Gstમાં પેટ્રોલ ડીઝલ લાવવામાં આવે તો 50 ટકા ટેક્સ કેન્દ્ર લઈ જાય, તેમ નીતિન પટેલે જણાવ્યું હતું. 


 


તેમણે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોને હળવી ટકોર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના સભ્યો(Congress MLA) ક્રિકેટ (Cricket) જેવું કરે છે, દાવ લઈ ને કોંગ્રેસ ના સભ્યો જતા રહે છે. નાના હતા ત્યારે લોકો આવું કરતા હતા. કોંગ્રેસના સભ્યો ચર્ચા કરીને જતા રહે છે. માંગણીઓ પર થઈ રહેલી ચર્ચાના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) હળવી ટકોર કરી હતી.