Gujarat IPS: ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાનો કાર્યકાળ આગામી 31 જાન્યુઆરીએ પૂર્ણ થાય છે. આ પહેલાં રાજ્યના સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો છે. હાલના ડીજીપી આશિષ ભાટીયાને ફરી એક્સટેન્શન મળે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે. આવા સંજોગોમાં ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
કયા બે અધિકારીઓને અપાયું પ્રમોશન
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતના ગૃહમંત્રાલય દ્વારા સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને 2005 બેચના IPS અધિકારી પ્રેમવીરસિંહને પ્રમોશન અપાયું છે. તેઓને IG તરીકે પ્રમોશન અપાયું છે. જ્યારે સુરત રેન્જ IG તરીકે ફરજ બજાવતા 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલને ADGP તરીકે પ્રમોશન અપાયું છે. તેમજ કેટલાક IPS અધિકારીને ઇન-સીટુ બઢતી આપવામાં આવી છે. 2010ની બેચના સાત IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન અપાયા છે.
આ અધિકારીઓના ગ્રેડ સુધારાયા
- જયપાલસિંહ રાઠોર
- ડૉ.લીના માધવરાવ પાટીલ
- શ્વેતા શ્રીમાળી
- નિર્લિપ્ત રાય
- દીપકકુમાર મેઘાણી
- મહેન્દ્ર બગરીયા
- સુનિલ જોશી
આ ઉપરાંત આઈપીએસ અધિકારીઓની બદલીના પણ ટુંક સમયમાં આદેશ થઈ શકે તેવી પણ શક્યતા છે.
વિજય રૂપાણીની સરકારે ગુજરાતમાં કરાવેલો જમીનનો સર્વે ભtપેન્દ્ર પટેલ સરકારે રદ્દ કર્યો છેઃ.... સમગ્ર રાજ્યમાં હવે ફરીથી જમીનનો રિ સર્વે હાથ ધરવામાં આવશે. જેના પાઇલોટ પ્રોજેક્ટ તરીકે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે આજે મળેલી સરકારની કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી. ભૂતકાળમાં થયેલી જમીન માપણીમાં જે એજન્સીએ કામ સોંપ્યું હતું તેણે મોટા લોચા મારીને અનેક એવી ભૂલો કરી હતી કે જેના કારણે ખેડૂતોની જમીન કોચમાં પડી ગઈ હતી. આ કામગીરી માટે રૂપાણી સરકારે તે એજન્સીએ અંદાજિત રૂ. 700 કરોડનું ચૂકવણું પણ કરી દીધું છે. હવે સરકાર ફરીથી જમીનનો રિ સર્વે કરવા તૈયાર થઈ છે. આગામી બજેટમાં આ અંગેની તમામ જોગવાઈ જાહેર કરવામાં આવશે....
રૂપાણી સરકારમાં થયેલા જમીનના સર્વેમાં સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો સર્વેની મળી હતી... જુનો જમીન સર્વે કરવા માટે સરકારે એક એજન્સી હાયર કરી હતી. જેને જમીન સર્વે કરવા માટે અંદાજે 700 કરોડ રૂપિયાની માતબર રકમ ચૂકવી હોવાનો અંદાજ છે. જુના સર્વેમા અનેક ફરિયાદો મળી હતી.. જેમાં જમીનો ના નકશાઓ બદલાય ગયા હતા.. જે બાદ સરકારે નવેસર થી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.. અહીં સવાલ એ કે જૂની એજન્સી ને જે રકમ ચૂકવી ને જમીનનો સર્વે કરવામાં આવ્યો તે જનતા ના નાણા નું શુ???.. નવેસરથી સરકાર એજન્સી હાયર કરી ને ફરી નાણાનો વ્યય કરશે... જૂની એજન્સી પાસેથી નાણાં વસુલવા ને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નવા જમીન સર્વેમાં જૂની અને નવી પદ્ધતિનો ઉપયોગ થશે... પરંપરાગત સાંકળ પદ્ધતિથી અને સાથે ડિજિટલ મશીનથી સર્વે... જમીનના સર્વે દરમિયાન ખેડૂતને પણ સાથે રાખવા ફરજિયાત રહેશે.