ગાંધીનગરઃ રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓના અંગત સચિવ, અંગત મદદનીશ અને અધિક અંગત સચિવોની નિમણુકના આદેશો કરવામાં આવી છે. મંત્રી બન્યાના 25 દિવસ પછી મંત્રીઓને અંગત સચિવ, અંગત અધિક સચિવ, અંગત મદદનીશ ફાળવવામાં આવ્યા છે. નિસર્ગ જોશીની રાજેન્દ્ર ત્રિવેદીના અંગત સચિવ તરીકે તો બીએસ મિસ્ત્રીની અધિક અંગત સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એમડી પ્રજાપતિને જીતુ વાઘાણાના અંગત સચિવ, તો એન.એમ. પંડ્યાની અધિક અંગત સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 


રોનક મહેતાના ઋષિકેશ પટેલના અંગત સચિવ અને સુબોધ જોશીને અધિક અંગત સચિવ બનાવાયા છે. હાર્દિક પટેલને ઋષિકેશ પટેલના અંગત મદદનીશ તરીકે નિયુક્ત કરાયા છે. આઇ.ડી ચૌધરીને પૂર્ણેશ મોદીના અંગત સચિવ , પથિક પટેલને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. 


કિશોર રાઠવા રાઘવજી પટેલના અંગત સચિવ તો ડી.બી. પરમારને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઇના અંગત સચિવ તરીકે કે.કે. પટેલને નિયુક્ત કરાયા છે. દિવ્યાંગ પટેલને વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અંગત સચિવ બનાવાયા છે. 


કે.આર. ભટ્ટને નરેશ પટેલના અંગત સચિવ તો અજયસિંહ ઝાલાને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. દિગ્વિજયસિંહ જોગીયાને નરેશ પટેલના અંગત મદદનીશ તરીકે નિયુક્ત કરાયા છે. ડી.કે. જોશીને પ્રદીપસિંહ પરમારના અંગત સચિવ તો એ.પી. મકવાણાને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. 


અજય પટેલને અર્જુનસિંહ ચૌહાણના અંગત સચિવ તો જે.એ. ગામિતને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ તરીકે જે.એમ. મિશણ તો અધિક અંગત સચિવ તરીકે વિજય રબારીની નિયુક્તિ કરવામાં આવી છે. હિતેશ પટેલને જગદીશ વિશ્વકર્માના અંગત સચિવ તો આર.આર. પંડ્યાને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. 


જયેશ પંચાલની જગદીશ વિશ્વકર્માના અંગત મદદનીશ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. વી.કે. મહેતાની બ્રેજિશ મેરજાના સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. કે.જે. શાહની બ્રિજેશ મેરજાના અધિક અંગત સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એલ.આર. ડામોરને જીતુ ચૌધરીના અંગત સચિવ તરીકે તો એન.એન. ચાવડાને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. હિરેન પટેલને જીતુ ચૌધરીના અંગત મદદનીશ તરીકે નિયુક્ત કરાયા છે. પુષ્પાબેન નિનામાને મનીષાબેન વકીલના અંગત સચિવ તો કે.બી. હિંડોચાને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. 


 


નીચે સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે.