Gujarat Monsoon Updates: હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ડાંગ, પોરબંદર, દાહોદ, કચ્છ, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે.



કઈ તારીખે ક્યાં વરસાદની આગાહી



  • 16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે.  

  • 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.  

  • 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.  

  • 19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. 

  • 20 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


ભાવનગરજિલ્લામાં માં સતત ત્રીજા દિવસે વરસાદ


હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, 24 કલાકમાં દ્વારકા પોરબંદર અને કચ્છ માં ભારે વરસાદની આગાહી છે.છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર માં 64 MM વરસાદ નોંધાયો હતો. આજે સતત ત્રીજા દિવસ પણ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. જિલ્લાના ગારીયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું છે. ગારીયાધારના મોરબા, પાંચ પીપળા, નવાગામ,  સુખપર, નાના રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ઉપર વાસ પડેલા વરસાદના કારણે ગારીયાધારમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે. 


ભાવનગરનાં પાલીતાણાનાં વાતાવરણમાંઅચાનક પલટો આવ્યો છે. સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છવાયો હતો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવ, ઘેટી, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ હતો. સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.