Ambalal Patel Prediction: લા નિનોની (la nino) અસર ને પગલે આગામી જુલાઇ માસમાં રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ થવાની આગાહી (universally good rains are forecast in the state in the month of July) અંબાલાલ પટેલે (weather analyst Ambalal Patel)  કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા (possibility of heavy to very heavy rains in South Gujarat) જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર  ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. વરસાદ ના પગલે સૌરાષ્ટ્રનો ભાદર ડેમ ઓવરફ્લો (dam overflow)  થવાની શક્યતા છે સાથે જ મચ્છુ ડેમ,આજી ડેમ,સાબરમતી, નર્મદા, તાપી, મહી,વાત્રક સહિતની નદીનાઓમાં પાણીના સ્તરમાં (rivers water level to rise) ઘણો વધારો થશે. 30 જૂન થી 5 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ,દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાતના વડોદરા, આણંદના ભાગોમાં ભારે વરસાદ પડશે.


અંબાલાલ પટેલની આગાહી મુજબ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. જ્યારે સાબરકાંઠા અને પંચમહાલના વિસ્તારોમાં વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 6 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સર્જાશે જેની અસરથી 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યમાં સારો વરસાદ થવાની શકયતા છે.


અષાઢી બીજે વરસાદ પડશે કે નહીં


દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અષાઢી બીજે (રથયાત્રા) રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી છાંટા અને વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે.


હવામાન વિભાગે શું કરી છે આગાહી


હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં  ભારે વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં ભારે વરસાદનું અનુમાન. સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના પાંચ જિલ્લામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી... હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળે અતિભારે  વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. 


આ પણ વાંચોઃ


2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ