ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે શપથવિધી છે. પટેલ મંત્રીમંડળમાં જેમને મંત્રી બનાવવાવા છે તેમને આજે સવારે ભાજપ પ્રદેશ નેતાગીરી દ્વારા ફોન કરાયા હતા. જેમને ફોન કરાયા તેમાં ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો સમાવેશ થાય છે.


સી.આર. પાટિલ પ્રદેશ પ્રમુખ બનતાં બાજુ પર મૂકાઈ ગયેલા જીતુ વાઘાણીએ ભવ્ય પુનરાગમન કર્યું છે. જીતુ વાઘાણીની સીનિયોરિટી જોતાં તેમને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાશે એ નક્કી છે એ જોતાં વાઘાણીએ લગભગ એક વર્ષના રાજકીય વનવાસ બાદ ભવ્ય પુનરાગમન કર્યું છે. પ્રદેશ પ્રમુખપદેથી હટાવાયા પછી વાઘાણી બાદુ પર મૂકાઈ ગયા હતા ને ક્યાંય દેખાતા નહોતા. હવે વાઘાણીએ રાજકીય કારકિર્દીની નવી ઈનિંગ્સ શરૂ થશે એ સ્પષ્ટ છે. 

ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળને લઈને ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા ધારાસભ્યોને મંત્રી બનવા માટે ફોન કરવાના શરૂ થઈ ગયા છે. સૌથી પહેલો ફોન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને આવ્યો છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. હવે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં ધારાસભ્ય બનેલા બે ધારાસભ્યોને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, મોરબીના ધારાસભ્ય રાઘવજી પટેલ અને જે.વી.  કાકડીયા, ધારીને મંત્રી બનવા માટે ફોન આવી ગયા છે. આ બંને ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાંથી ચૂંટાયા હતા. 


કોણ કોણ બનશે મંત્રી?









કિરીટસિંહ રાણા, લીંબડી
કનુભાઈ દેસાઇ, પારડી
બ્રિજેશ મેરજા, મોરબી
રાઘવજી મકવાણા, 
ઋષુકેશ પટેલ, વિસનગર
અરવિંદ રૈયાણી, રાજકોટ
જીતુ વાઘાણી, ભાવનગર
જે.વી.  કાકડીયા, ધારી
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
દેવાભાઈ માલમ, કેશોદ

ગુજરાતની નવી ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની આજે શપથવિધિ યોજાવાની છે, ત્યારે નો રિપીટ થિયરીને લઈને ભાજપ અડગ હોવાનું સામે આવ્યું છે. જેને કારણે રૂપાણી મંત્રીમંડળના એકપણ મંત્રીને રિપીટ કરવામાં નહીં આવે અને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે.

નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 7, કચ્છના એક, અમદાવાદ અને મધ્ય ગુજરાતના 6, ઉત્તર ગુજરાતના 5 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.  કુલ 24થી 26 ધારાસભ્યો મંત્રી તરીકેના શપથ લેશે. તમામ ધારાસભ્યો હાલ એમએલએ ક્વાર્ટર ખાતે ઉપસ્થિત છે. આગામી એક કલાકમાં મંત્રી તરીકેના શપથ લેવાના છે, તેમને ફોનથી જાણકારી આપી દેવામાં આવશે. લિસ્ટ એક કલાકમાં જીએડી અને રાજભવનનેને મોકલી આપવામાં આવશે.  3 મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકશે.