ગાંધીનગરઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી.  આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હોવાથી ભાજપના જૂના નેતાઓમાં ભારે નારાજગીની ચર્ચા ચાલી હતી. આ કારણે નીતિન પટેલ સહિતના જૂના જોગી શપથવિધીમાં હાજર રહેશે કે નહીં એ અટકળો ચાલતી હતી.


આ અટકળોને ખોટી પાડીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી બંને હાજર રહ્યા હતા. શપથવિધી માટેના સ્ટેજ પર વિજય રૂપાણી તો સૌથી પહેલાં આવી ગયા હતા જ્યારે નીતિન પટેલ સૌથી છેલ્લા આવ્યા હતા.  નીતિન પટેલ રાજભવન પહોંચ્યા ત્યારે રૂપાણીએ તેમને ખભે હાથ મૂકીને સ્મિત સાથે આવકાર્યા હતા.


શપથવિધી માટેના સ્ટેજ પર રૂપાણી પછી પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના રાષ્ટ્રીય  સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આવ્યા હતા. નીતિન પટેલની ખુરશી ખાલી હતી તેથી એ આવશે કે નહીં તેની ચર્ચા વચ્ચે નીતિન પટેલે એન્ટ્રી કરી હતી. પટેલને આવકારવા ભાજપના તમામ દિગ્ગજો ઉભા થઈ ગયા હતા ને પોતાની પાસે બેસવા ઓફર કરી હતી પણ નીતિન પટેલે સી.આર. પાટિલ પાસે છેલ્લે જઈને બેસવાનું પસંદ કર્યું હતું.


ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી.  આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ પ્રધાનોનો સમાવેશ કરાયો છે. આ પૈકી 10 પ્રધાનોને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. આ પૈકી સૌથી પહેલાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર શુકલે શપથ લીધા હતા તેથી કેબિનેટમાં શુકલ નંબર ટુ હશે એ સ્પષ્ટ છે. 

કેબિનેટ મંત્રી


રાજેન્દ્ર શુકલ (વડોદરા)


જીતુભાઈ વાઘાણી (ભાવનગર)


ઋષિકેશ પટેલ (વિસનગર)


પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ)


રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)


કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ)


કિરિટસિંહ રાણા (લીંબડી)


નરેશ પટેલ (ગણદેવી-નવસારી)


પ્રદીપ પરમાર (અસારવા-અમદાવાદ)


અર્જુનસિંહ  ચૌહાણ (મહેમદાવાદ)

રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર હવાલો
હર્ષ સંઘવી
જગદીશ પંચાલ
બ્રિજેશ મેરજા
જીતુ ચૌધરી
મનીષા વકીલ