અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં 21 ધારાસભ્યોનો સમાવેશ કરાશે એવું મનાય છે ત્યારે આ શપથવિધી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાશનાથન અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સાથે બેઠક કરી હતી.
લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાશનાથન રવાના થયા હતા જ્યારે સી. આર. પાટીલ અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે એ પછી પણ બેઠક ચાલુ રહી હતી. મંત્રીમંડળના સભ્યોના નામ જાહેર થયા બાદની સ્થિતિ ઉપર બંને નેતા નજર રાખી રહ્યા છે. બંને નેતાઓ 12.30 કલાક આસપાસ ગાંધીનગર જવા રવાના થાય તેવુ અનુમાન છે.
આજે ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધિ થવાની છે. ત્યારે ધારાસભ્યોને ફોન કરીને મંત્રી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે હવે નવા મંત્રીમંડળમાં 6 કેબિનેટ મંત્રીઓને સ્થાન મળી શકે છે. જ્યારે અન્ય ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બની શકે છે. જેની યાદી નીચે પ્રમાણે છે.
કેબિનેટ મંત્રી
જીતુ વાઘાણી, ભાવનગર
રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરા
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
નરેશ પટેલ, ગણદેવી, નવસારી
કિરીટસિંહ રાણા, લીંબડી, સુરેન્દ્રનગર
જગદીશ પંચાલ, નિકોલ, અમદાવાદ
રાજ્યકક્ષાના મંત્રી
હર્ષ સંઘવી, મજૂરા, સુરત
કનુભાઈ દેસાઇ, પારડી, સુરત
બ્રિજેશ મેરજા, મોરબી
ઋષુકેશ પટેલ, વિસનગર, મહેસાણા
મુકેશ પટેલ, ઓલપાડ
કુબેર ડીંડોર, સંતરામપુર
રાઘવજી મકવાણા, મહુવા
પ્રદીપ પરમાર, અસારવા
નિમિષા સુથાર, મોરવા હડફ
મનિષા વકીલ, વડોદરા
જીતુ ચૌધરી, કપરાડા
જે.વી. કાકડિયા, ધારી
અરવિંદ રૈયાણી, રાજકોટ
દેવાભાઈ માલમ, કેશોદ
વિનુ મોરડીયા, કતારગામ, સુરત
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે બપોરે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી છે. આ મંત્રીમંડળમાં બે મહિલાઓનો સમાવેશ કરાયો છે. આ મંત્રીમંડળમાં જેમનો સમાવેશ કરાશે તેમને પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ તરફથી ફોન આવવા માંડ્યા છે અને અત્યાર સુધી બે મહિલા ધારાસભ્યોને ફોન આવ્યા છે.
આ મહિલાઓમાં મોરવાહડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર તથા વડોદરા શહેરનાં ધારાસભ્ય મનિષાબેન વકીલનો સમાવેશ થાય છે. મોરવાહડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર તથા વડોદરા શહેરનાં ધારાસભ્ય મનિષાબેન વકીલને રાજ્ય કક્ષાનાં મંત્રી બનાવાય એવી શક્યતા છે. ભૂજનાં ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યને મંત્રીમંડળમાં સમાવીને કેબિનેટ કક્ષાનાં મંત્રી બનાવાશે એવી વાતો ચાલી હતી પણ હવે એવી ચર્ચા છે કે, ડો. નિમાબેન આચાર્યને વિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષ બનાવાશે.