ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી છે. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂક્યા હોવાની ચર્ચા છે. ત્યારે ભુપેન્દ્ર પટેલ કેબિનેટમાં વડોદરાના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભુપેન્દ્ર પટેલ કેબિનેટમાં બીજા નંબરે રહેશે. કેબિનેટની શપથવિધિમાં સૌથી પહેલા નંબરે રાજેન્દ્ર ત્રિવેદી શપથ લેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શપથ લઈ ચૂક્યા છે, તેથી કેબિનેટમાં સૌથી પહેલા શપથ લેનારા ત્રિવેદી કેબિનેટમાં નંબર 2 ગુણાશે. જ્યારે તેમના પછીના નંબરે જીતુ વાઘાણી રહેશે. તેમના પછી રાઘવજી શપથ લેશે.
કેબિનેટ મંત્રીજીતુ વાઘાણી, ભાવનગરરાજેન્દ્ર ત્રિવેદી, વડોદરારાઘવજી પટેલ, જામનગર ગ્રામ્યનરેશ પટેલ, ગણદેવી, નવસારીકિરીટસિંહ રાણા, લીંબડી, સુરેન્દ્રનગરજગદીશ પંચાલ, નિકોલ, અમદાવાદ
રાજ્યકક્ષાના મંત્રી
હર્ષ સંઘવી, મજૂરા, સુરતકનુભાઈ દેસાઇ, પારડી, સુરતબ્રિજેશ મેરજા, મોરબીઋષિકેશ પટેલ, વિસનગર, મહેસાણામુકેશ પટેલ, ઓલપાડ, સુરતકુબેર ડીંડોર, સંતરામપુરરાઘવજી મકવાણા, મહુવાપ્રદીપ પરમાર, અસારવાનિમિષા સુથાર, મોરવા હડફમનિષા વકીલ, વડોદરાજીતુ ચૌધરી, કપરાડાઅરવિંદ રૈયાણી, રાજકોટદેવાભાઈ માલમ, કેશોદવિનુ મોરડીયા, કતારગામ, સુરતકીર્તિસિંહ વાઘેલા,કાંકરેજગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજઅર્જુનસિંહ ચૌહાણ, મહેમદાબાદ
ભુપેન્દ્ર પટેલના નવામંત્રીમંડળને લઈને ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા ધારાસભ્યોને મંત્રી બનવા માટે ફોન કરવાના શરૂ થઈ ગયા છે. સૌથી પહેલો ફોન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને આવ્યો છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. આ સિવાય કનુભાઈ દેસાઇને પણ મંત્રી બનવા માટે ફોન આવ્યો છે. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને હર્ષ સંઘવીને પણ મંત્રી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાતની નવી ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની આજે શપથવિધિ યોજાવાની છે, ત્યારે નો રિપીટ થિયરીને લઈને ભાજપ અડગ હોવાનું સામે આવ્યું છે. જેને કારણે રૂપાણી મંત્રીમંડળના એકપણ મંત્રીને રિપીટ કરવામાં નહીં આવે અને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 7, કચ્છના એક, અમદાવાદ અને મધ્ય ગુજરાતના 6, ઉત્તર ગુજરાતના 5 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કુલ 24થી 26 ધારાસભ્યો મંત્રી તરીકેના શપથ લેશે. તમામ ધારાસભ્યો હાલ એમએલએ ક્વાર્ટર ખાતે ઉપસ્થિત છે. આગામી એક કલાકમાં મંત્રી તરીકેના શપથ લેવાના છે, તેમને ફોનથી જાણકારી આપી દેવામાં આવશે. લિસ્ટ એક કલાકમાં જીએડી અને રાજભવનનેને મોકલી આપવામાં આવશે. 3 મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકશે.