ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની થોડીવારમાં શપથવિધિ થવાની છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, આજે જ નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સાંજે 4.30 વાગ્યે બેઠક બોલાવી છે. આ બેઠકમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરાશે.



ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી છે. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂક્યા હોવાની ચર્ચા છે.  ત્યારે ભુપેન્દ્ર પટેલ કેબિનેટમાં વડોદરાના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભુપેન્દ્ર પટેલ કેબિનેટમાં બીજા નંબરે રહેશે. કેબિનેટની શપથવિધિમાં સૌથી પહેલા નંબરે રાજેન્દ્ર ત્રિવેદી શપથ લેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શપથ લઈ ચૂક્યા છે, તેથી કેબિનેટમાં સૌથી પહેલા શપથ લેનારા ત્રિવેદી કેબિનેટમાં નંબર 2 ગુણાશે. જ્યારે તેમના પછીના નંબરે જીતુ વાઘાણી રહેશે. તેમના પછી રાઘવજી શપથ લેશે.


કેબિનેટ મંત્રી
રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરા
જીતુ વાઘાણી, ભાવનગર
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
કિરીટસિંહ રાણા, લીંબડી, સુરેન્દ્રનગર
જગદીશ પંચાલ, નિકોલ, અમદાવાદ
પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ



રાજ્યકક્ષાના મંત્રી
જીતુ ચૌધરી, કપરાડા
વિનુ મોરડીયા, કતારગામ, સુરત
કનુભાઈ દેસાઇ, પારડી, સુરત
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાબાદ
કુબેર ડીંડોર, સંતરામપુર
નરેશ પટેલ, ગણદેવી, નવસારી
દેવાભાઈ માલમ, કેશોદ
રાઘવજી મકવાણા, મહુવા
બ્રજેશ મેરજા, મોરબી
નિમિષા સુથાર, મોરવા હડફ
હર્ષ સંઘવી, મજૂરા, સુરત
કનુભાઈ દેસાઇ, પારડી, સુરત
ઋષિકેશ પટેલ, વિસનગર, મહેસાણા
મુકેશ પટેલ, ઓલપાડ, સુરત
પ્રદીપ પરમાર, અસારવા
મનિષા વકીલ, વડોદરા
અરવિંદ રૈયાણી, રાજકોટ
કીર્તિસિંહ વાઘેલા,કાંકરેજ

ગુજરાતની નવી ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની આજે શપથવિધિ યોજાવાની છે, ત્યારે નો રિપીટ થિયરીને લઈને ભાજપ અડગ હોવાનું સામે આવ્યું છે. જેને કારણે રૂપાણી મંત્રીમંડળના એકપણ મંત્રીને રિપીટ કરવામાં નહીં આવે અને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે.

નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 7, કચ્છના એક, અમદાવાદ અને મધ્ય ગુજરાતના 6, ઉત્તર ગુજરાતના 5 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.  કુલ 24થી 26 ધારાસભ્યો મંત્રી તરીકેના શપથ લેશે. તમામ ધારાસભ્યો હાલ એમએલએ ક્વાર્ટર ખાતે ઉપસ્થિત છે. આગામી એક કલાકમાં મંત્રી તરીકેના શપથ લેવાના છે, તેમને ફોનથી જાણકારી આપી દેવામાં આવશે. લિસ્ટ એક કલાકમાં જીએડી અને રાજભવનનેને મોકલી આપવામાં આવશે.  3 મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકશે.