ગાંધીનગરઃ બજેટની વિવિધ માગણીઓ પરની બાર દિવસની ચર્ચા બુધવારે બપોરે વિધાનસભા ગૃહમાં સંપન્ન થઇ હતી. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે માગણીઓ પરની કાપ દરખાસ્તનો જવાબ આપ્યો હતો. દરમિયાન નીતિન પટેલે કહ્યું કે સમગ્ર દુનિયામાં વડાપ્રધાન મોદી અને ગુજરાતીઓનો જય જયકાર થઈ રહ્યો છે. આ બાબતનું સૌ કોઈએ ગૌરવ લેવું જોઈએ.



કર્ણાટકમાં હવે શું કરવું તેનો નિર્ણય પણ એક ગુજરાતી જ નક્કી કરશે. ગુજરાતીઓ દેશ-વિદેશમાં દૂર-દૂર સુધી જઈને વહીવટ કરી રહ્યા છે. આ તબક્કે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વચ્ચે ઊભા થઇને કહ્યું હતું કે કર્ણાટકમાં કબડી રમવામાં પાવરધા છો તો ગુજરાત તમે ખો કેમ આપો છો ? આ અંગે તેમણે ટ્વિટ પણ કર્યું હતું.




આથી નીતિન પટેલે કહ્યું કે ગમે તેવી રમતમાં તમે હંમેશા અમારી સામે હારી જાવ છો, તમારા કોચ નબળા છે તમે અહીંયા આવી જાઓ અમે તમને શીખવાડી દઇશું. બંને નેતાઓની વાત સાંભળીને અધ્યક્ષ સહિતના તમામ સભ્યો ફરીથી હસી પડ્યા હતા.

આજે GST કાઉન્સિલની બેઠક, આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી, જાણો વિગત

આ ગુજરાતી એક્ટ્રેસે બિકિનીમાં કર્યા યોગ, તસવીરો થઈ વાયરલ