Gujarat Politics 2024: ગુજરાત વિધાનસભામાં આજે એક અસામાન્ય ઘટના બની, જ્યાં ભાજપના નેતા હર્ષ સંઘવી અને કોંગ્રેસના નેતા કિરીટ પટેલ વચ્ચે થયેલી વાતચીતે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. બંને નેતાઓએ ક્રિકેટની ભાષાનો ઉપયોગ કરીને એવા સંકેતો આપ્યા છે જેનાથી રાજ્યમાં ફરી એકવાર પક્ષપલટાની અટકળો તેજ બની છે.
સત્તાધારી પક્ષના નેતા હર્ષ સંઘવીએ વિપક્ષના નેતા કિરીટ પટેલને સંબોધીને કહ્યું, "ક્યારેક આ ક્રિઝમાં કે સામેની ક્રિઝમાં રમવાનું હોય છે. કિરીટભાઈ, તમારે પણ આ ક્રિઝમાં થોડા સમય માટે આવવાનું છે." આ નિવેદન પક્ષપલટાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
કિરીટ પટેલે આ ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું, "ટીમમાં લેજો પાછા." આ પ્રતિક્રિયાએ રાજકીય પંડિતોને વધુ ચિંતિત કરી દીધા છે, કારણ કે તે સૂચવે છે કે બંને પક્ષો વચ્ચે કોઈ પ્રકારની વાતચીત ચાલી રહી હોઈ શકે છે.
વિધાનસભા અધ્યક્ષે પણ આ વાતચીતમાં ભાગ લીધો હતો, જેણે પરિસ્થિતિને વધુ રસપ્રદ બનાવી દીધી છે. આ ઘટનાક્રમે ગુજરાતના રાજકીય વાતાવરણમાં નવી ચર્ચાઓ જન્માવી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારની વાતચીત રાજ્યની રાજનીતિમાં આવનારા દિવસોમાં મોટા ફેરફારોના સંકેત આપી શકે છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા પક્ષપલટાને લઈને નીતિન પટેલનું નિવેદન ચર્ચામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણી બાદ નીતિન પટેલે પક્ષપલટુ નેતાઓને ટકોર કરતુ નિવદેન આપ્યુ હતું. મહેસાણાના સાંસદ હરીબાઇ પટેલના અભિવાદન સમારોહમાં હળવા મૂડમાં મોટી વાત કહી દીધી, તેમને નેતાઓને કાર્યકરોના ફોન ઉપાડવાની ટકોર કરી અને કહ્યું કે, ખુરશી જશે તો બધુ જશે.
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા ભાજપના લોકસભા સાસંદ હરીભાઇ પટેલના અભિવાદન સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમને કોંગ્રેસના નેતાઓ પર હળવા મૂડમાં કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા અને સાંસદ બનેલા નેતાઓને ટકોર કરતાં કહ્યું હતુ કે, ભાજપમાં આવ્યા બાદ ભાજપની નીતિ-રીતિને અનુસરવી જરૂરી છે. ખુરશી દુર થાય ત્યારે કાર્યકર્તાઓ પણ દુર થતાં હોય છે. કાર્યકર્તાઓના ફોન ઉપાડવાની નીતિન પટેલની નેતાઓને સલાહ આપી છે. આ સમારોહમાં નીતિન પટેલે મહેસાણાના ભાજપના પૂર્વ સાંસદ શારદાબેન પટેલના પણ વખાણ કર્યા હતા.