ગાંધીનગરઃ GPSCની પીઆઈની પ્રેક્ટીકલ પરીક્ષા પૂર્ણ થઈ છે. 162માંથી 86 મહિલાઓ પાસ થઈ છે. 53.09% મહિલાઓ પ્રેક્ટીકલ પરીક્ષામાં પાસ થઈ છે. પહેલી વાર 53% કરતા વધુ મહિલાઓ પાસ થઈ છે. અગાઉ 2018માં 25% જ્યારે 2019માં 43% મહિલા ઉમેદવારો પાસ થઈ હતી. જ્યારે 882માંથી 293 પુરુષ ઉમેદવારો પાસ થયા. 33.22% પુરુષ ઉમેદવારો પરીક્ષા પાસ કરી. 13-14 ઓગસ્ટ પીઆઈની મુખ્ય પરીક્ષા લેવાશે.




Surat : AAP કોર્પોરેટર અને પાલિકા અધિકારી વચ્ચે કયા મુદ્દે થઈ ગઈ બબાલ? અધિકારીએ કીધું, 'તાત્કાલિક પોલીસ બોલાવો'
સુરત: આમ આદમી પાર્ટીના નગરસેવક ધર્મેશ વાવલિયાએ પાલિકા અધિકારીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયર અમિત દેસાઈ જનતાના કામ કરવાને બદલે દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ લગાવાયો છે. AAPના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા અને પાલિકા અધિકારી અમિત દેસાઈ વચ્ચે તુતુ મેમે થઈ ગઈ હતી. ૉ


અધિકારીને રજૂઆત દરમિયાન ધર્મેશ વાવલિયાના સાથીદાર દ્વારા મોબાઇલમાં વીડિયો શૂટિંગ કરાતું હોવાથી અધિકારી બગડ્યા હતા અને શૂટિંગ ન કરવા માટે જણાવ્યું હતું. જોકે, કોર્પોરેટરે શૂટિંગ બંધ ન કરવાનું કહેતા બંને વચ્ચે તુતુ મેમે થઈ ગઈ હતી. તેમજ અધિકારીએ પોલીસ બોલાવવા પણ સ્ટાફને સૂચના આપી દીધી હતી. 


સુરત મહાનગરપાલિકામાં પ્રજાલક્ષી કામો કરાવવા માટે કોર્પોરેટર રજુઆત કરવા ગયા હતા. કાપોદ્રા નીલકંઠ સોસાયટીના રસ્તાના રીપેરીંગ કામ માટે રજુઆત કરી હતી. ધર્મેન્દ્ર વાવલીયા દ્વારા તાજેતરમાં જ એ રસ્તાને હેમાલી બોઘાવાલા નામ આપવામાં આવ્યું છે. તે ક્યારે બનશે તે અંગે રજૂઆત કરવા માટે ગયા હતા. ચાર મહિનાથી આ રોડ અંગે અરજી કરવામાં આવી રહી છે , તે પૂર્વે વર્ષોથી સ્થાનિક લોકો દ્વારા પણ આ બાબતે રજૂ કરવામાં આવી હતી. પરંતુ તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો ન હતો. 


ચાર મહિના પહેલા આપના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરતા તેમણે અરજી કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરીથી અધિકારીને મળવા જતા તેમણે આ રસ્તાનું રીપેરીંગ કરવામાં આવશે તેના માટે અરજી કરો એવું કહેતા ફરીથી અરજી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળશે તો જ કામ થશે એ પ્રકારની વાતો પાલિકા અધિકારી એ કરી હતી.