મહેસૂલ વિભાગના કર્મચારીઓ સામે સરકાર ઝૂકી, માંગ સ્વીકારતાં હડતાળ કરી સમાપ્ત
abpasmita.in | 16 Dec 2019 04:54 PM (IST)
મહેસૂલી કર્મચારી મહામંડળની તમામ 18 માંગ પર સરકારે વચન આપતા હડતાળનો અંત આવ્યો હતો

ગાંધીનગરઃ છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી મહેસૂલ કર્મચારીઓની હડતાળ સમેટાઇ ગઇ છે. મહેસૂલી કર્મચારી મહામંડળની તમામ 18 માંગ પર સરકારે વચન આપતા હડતાળનો અંત આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સરકાર 800થી વધુ ક્લાર્કને નાયબ મામલતદાર અને નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન આપશે. પ્રમોશન આપશે. મહેસૂલી કર્મચારી મહામંડળના કહેવા અનુસાર સરકાર આગામી એક વર્ષમાં સિનિયોરીટી અંગે નિર્ણય લેશે. સાથે મહામંડળે કહ્યું કે, લોકોને હડતાળના કારણે મુશ્કેલીઓ પડી તેને લઇને અમે ખેદ વ્યક્ત કરીએ છીએ