ગાંધીનગર: ગુજરાતમાં રોજગારીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સરકારના અનેક દાવાઓ વચ્ચે બેરોજગારીની સ્થિતિ યથાવત છે. આજે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે રોજગારીને લઈને ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, રોજગારી પૂરી પાડવાની જેમની જવાબદારી છે તે શ્રમ અને રોજગાર વિભાગમાં જ 495 ફિક્સ પગાર પર તો 190 કરાર આધારીત લોકો કામ કરી રહ્યા છે. તત્કાલીન નાણા મંત્રીએ રોજગારી માટે ના આંકડા આપતા હતા.
જો સરકારની નીતિ અને નિયત સાફ હોત તો ગુજરાતમાં એક પણ બેરોજગાર રહ્યો ન હોત. તેમણે કહ્યું કે, રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટ ઉજવાય છે એમઓયુ અને કરાર થાય છે પરંતુ યુવાનોને રોજગારી મળતી નથી. 2017 મા 42 લાખ લોકોને રોજગારીનો જવાબ ગૃહમાં અપાયો હતો 2020માં પણ 20 લાખ લોકોને રોજગારીની વાત થઈ હતી. આમ રોજગારીની વાતો માત્રા કાગળ પર જ રહી છે. આજે પણ લાખો યુવાનો રોજગારી માટે ધક્કા ખાઈ રહ્યા છે.
ગુજરાતમાં શિક્ષકોની જગ્યા ખાલી
ગાંધીનગર: ગુજરાતે અનેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે પરંતુ તેની સામે એવા ઘણા વિભાગ છે જેમા હજુ પણ રાજ્યમાં કામ કરવાની સરકારને જરૂર છે. કોઈ પણ દેશના વિકાસમાં શિક્ષણનું ઘણ મહત્વ રહેલુ હોય છે. કારણ કે કોઈપણ દેશનું ભાવી શાળામાં જ તૈયાર થાય છે. એવામાં ગુજરાતના શિક્ષણને લઈને કેટલાક આંકડા સામે આવ્યા છે જે ખુબ જ ચોંકાવનારા છે.
રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમા 730 માધ્યમિક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જ્યારે 756 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની જગાયાઓ ખાલી છે અને આચાર્યની વાત કરીએ તો માધ્યમિક શાળાઓમા 786 જગ્યાઓ ખાલી છે. આમ આ આંકડ સ્પષ્ટ કરે છે કે ગુજરતાના શિક્ષણ વિભાગમાં હજુ કેટલુ કમ કરવાનું બાકી છે.