Gujarat Teacher Protest Live Updates: જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા, સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો કડક બંદોબસ્ત
જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માંગ સાથે ગાંધીનગરમા આજે રાજ્યભરના શિક્ષકો મહાઆંદોલનમાં જોડાશે
જૂની પેન્શન યોજના મેળવવા શિક્ષકો કરશે ઉપવાસ આંદોલન. શૈક્ષિક સંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે કરી જાહેરાત. આવતીકાલે મુખ્યમંત્રીને ઉપવાસ આંદોલનનો લેટર આપશે. દરરોજ બે જિલ્લાના 500 શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં કરશે ઉપવાસ.જૂની પેન્શન યોજના લાગુ નહિ થાય ત્યાંસુધી ચાલશે શિક્ષકોનું ઉપવાસ આંદોલન. આજે એક દિવસીય ધારણા પ્રદર્શનની પૂર્ણાહુતિ બાદ આંદોલનની કરાઈ જાહેરાત.
પંચમહાલ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાંથી 3500 થી 4000 હજાર શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રવાના થયા હતા.
ખેડા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી 1200 જેટલા શિક્ષકો ગાંધીનગર પહોંચશે. મહેમદાવાદ તાલુકાના 50 જેટલા શિક્ષકો ખાત્રજ ચોકડીએ ભેગા થઈ ગાંધીનગર આંદોલનમાં જોડાવા નીકળ્યા હતા.
મહેસાણા, ખેરાલુ, વિસનગર, ઊંઝા, વડનગર, સતલાસણા, બહુચરાજી, જોટાણા સહિત તમામ તાલુકામાંથી શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા. મહેસાણા જિલ્લામાંથી વિવિધ વિસ્તારોમાંથી 1000 કરતાં વધુ શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા.
સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો પણ સત્યાગ્રહ છાવણી ખાતે થનારા વિરોધ પ્રદર્શનમાં જોડાશે. હિંમતનગર મોતીપુરા ખાતે આવેલ કર્મધામ પાસે સાબરકાંઠા જિલ્લાના ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે સંકળાયેલા હોદ્દેદારો અને શિક્ષકો એકઠા થઈ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.
જૂની પેન્શન યોજના મુદ્દે શૈક્ષિક મહાસંઘ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરાઈ છે. શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પ્રદર્શન યોજશે. દાહોદ જિલ્લાના શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા. દાહોદ તાલુકાના 100 અને જિલ્લાના 1000 ઉપરાંત શિક્ષકો ગાંધીનગર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં જોડાશે.
બ્રેકગ્રાઉન્ડ
Old Pension Scheme: જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માંગ સાથે ગાંધીનગરમા આજે રાજ્યભરના શિક્ષકો મહાઆંદોલનમાં જોડાશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હઠળ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે. તેમની માંગ છે જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવે.
મહીસાગર, પંચમહાલના શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા. તે સિવાય ગીર સોમનાથ, કચ્છ, ગોધરા, આણંદ, રાજકોટ, જેતપુર,ધોરાજી, અમરેલી,સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા.
શૈક્ષિક મહાસંઘના અનુસાર, અગાઉ મંત્રીઓ સાથે થયેલ સમાધાન મુજબનો ઠરાવ બહાર પાડવા વિનંતી કરાઈ હતી. ઠરાવ ન કરાયો તો આંદોલનની ચીમકી આપી હતી.પરંતુ આજ દિવસ સુધી સમાધાન મુજબનો ઠરાવ ન થતાં આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ ધરણાં યોજાશે.
આંદોલનમાં જોડાવવા અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે. ગીર સોમનાથથી શિક્ષકો ટ્રેન મારફતે ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા. રાજ્યભરમાં ખાનગી કાર અને બસ મારફતે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. પંચમહાલ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાંથી શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રવાના થયા હતા તો મહીસાગર અને આણંદના બોરસદમાંથી પણ શિક્ષકો રવાના થયા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા શૈક્ષિક મહાસંઘના આંદોલનને વિવિધ સંસ્થાઓએ સમર્થન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -