ગાંધીનગરઃ રાજ્યના OBC વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની સમાન પ્રકારની યોજનાનો લાભ OBCના વિધાર્થીઓને અપાશે.
વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાહેર સેવા આયોગ ઉપરાંત ગૌણ સેવા પસંદગી, પોલીસ ભરતી, પંચાયત સેવા પસંદગી અને કેન્દ્ર કક્ષાની બેન્કિંગ, રેલવે, આર્મી, CRPF સહિતની પરીક્ષાઓ માટે સહાય ચૂકવાશે. વિદ્યાર્થી દીઠ 20 હજાર રૂપિયા અથવા ખરેખર ચૂકવવા થતી ફી જે ઓછું હોય તે સીધા વિદ્યાર્થીના ખાતામાં જમા થશે.
OBC વિદ્યાર્થીઓને રૂપાણી સરકાર આપશે શાના માટે સહાય? જાણો મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 03:50 PM (IST)
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની સમાન પ્રકારની યોજનાનો લાભ OBCના વિધાર્થીઓને અપાશે.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -