ગુજરાતના સરકારી કર્મચારીઓને પગારમાં મળશે મોટો ફાયદો, રૂપાણી સરકારે શું કરી મોટી જાહેરાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Mar 2021 01:02 PM (IST)
રૂપાણી સરકારે સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. આ લાભ 1-1-2016 થી આપવામાં આવશે.
ફાઇલ ફોટો.
ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકારે રાજયના કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. જેનાથી રાજ્યના સરકારી કર્મચારીઓને પગારમાં મોટો વધારો થવાનો છે. રૂપાણી સરકારે સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. આ લાભ 1-1-2016 થી આપવામાં આવશે. એરીયર્સની રકમના 50 ટકા પહેલો હપ્તો રાજ્ય સરકાર ચૂકવી આપશે. રૂપાણી સરકારના આ નિર્ણયને પગલે સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.