ગુજરાતમાં આગ વરસાવતી ગરમીમાં હાલમાં લોકોને કોઈ રાહત મળશે નહીં. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 3 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અને સુરત જેવા વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં આકરી ગરમી પડશે.

Continues below advertisement

સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે જ સુરેંદ્રનગર અને કચ્છમાં પણ કાળઝાળ ગરમી પડશે. તો આ તરફ મંગળવારે 45 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 44.4 ડિગ્રી સાથે અમદાવાદમાં સીઝનની સૌથી વધુ ગરમી પડી હતી. તો ગાંધીનગર, રાજકોટ, વડોદરા, કંડલા એરપોર્ટમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી વરસતી લૂના કારણે હીટ સ્ટ્રોકના કેસ પણ વધ્યા છે. આકરા તાપથી બચવા લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

Continues below advertisement

રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગે 13 જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહી કરી હતી. સુરતમાં સિવિયર હીટવેવની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં લૂ ફૂંકાશે. મંગળવારે 45 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર એ છે કે, આ વર્ષે વહેલુ ચોમાસું બેસશે તેવી આગાહી છે. હવામાન વિભાગે વહેલા ચોમાસાની કરી આગાહી કરી છે. દ.ભારતમાં મે મહિનાના અંતમાં મોન્સૂન પ્રવેશી શકે છે. દિલ્હી-NCR વિસ્તારમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરીને ભારે પવન, વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડા સહિતના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 13 મે પછી હવામાનમાં થોડો સુધારો થવાની સંભાવના છે. 

આ કાળઝાળ ગરમીની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. રાજ્યમાં હીટ સ્ટ્રોક, લૂ લાગવી અને પેટમાં દુખાવાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને હોસ્પિટલોમાં ખાસ હીટવેવ વોર્ડ અને બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે ખૂબ જરૂરી કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું અને ડીહાઇડ્રેશનથી બચવા માટે સતત પાણી પીતા રહેવું.