રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ.આર.પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ADVAIT સાઈટના માધ્યમથી યોજાયો હતો. જેમાં ડેપ્યુટી કલેક્ટર (એસ.ઇ.ઓ.સી) શ્રી તૃપ્તિ જે. વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓનું સ્વાગત કરી વેધર વોચની મીટિંગની શરૂઆત કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુઘી રાજ્યમાં અત્યાર સુઘી 28 જુલાઈ 2020 અંતિત 336.17 મીમી વરસાદ થયેલ છે. જે પાછલા 30 વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 40.45 ટકા છે.
IMDના અઘિકારી ઘ્વારા જણાવેલ છે કે, રાજયમાં અત્યાર સુઘી સિઝનનો લગભગ 41% જેટલો વરસાદ થઈ ગયેલ છે. બંગાળની ખાડીમાં સાયક્લોનીક સરક્યુલેશન બની રહ્યુ છે જેના કારણે 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા મઘ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડના કેટલાક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દેવભુમી દ્વારકા અને ગીરસોમનાથ જિલ્લાના અમુક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી 5 દિવસ દરમિયાન વરસાદમાં વઘારો થવાની શક્યતા છે.