ગાંધીનગર: કોરોનાકાળ બાદ હવે પરીક્ષાની સિઝન ચાલી રહી છે. એક પછી એક પરીક્ષાઓ લેવાઈ રહી છે. જો કે વચ્ચે અભ્યાસમાં લાંબો ગેપ આવી જતા ઘણા વિદ્યાર્થીઓ તાણ પણ અનુભવી રહ્યા છે. તો બીજી તરફ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો પણ પરીક્ષાને લઈને તાણ અનુભવતા હોય છે. જેને લઈને ગૌણ સેવા પસંદગી મંડળની આ રવિવારે લેવાનાર બિન સચિવાલય સંવર્ગની પરીક્ષાના ઉમેદવારોને પરીક્ષા પૂર્વે કે પરીક્ષા પછી તાણ ચિંતા ભય ડર જેવી સમસ્યાઓ માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર છે 18002333330. જે વિનામૂલ્યે ઉપલબ્ધ છે અને 24 કલાક કાર્યરત છે. આ જીવન આસ્થા માનસિક આરોગ્ય હેલ્પલાઇન નંબર ઉમેદવારોના મનમાં રહેલી ચિંતા દૂર કરશે. હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે એક્ઝામ
કોરોનાને લઈ આ વર્ષે યુનિવર્સિટી કોલેજોમાં પરીક્ષા ઉનાળુ વેકેશનમાં જ યોજાશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા રીપિરટર પરીક્ષા અને યુજી-પીજી સેમેસ્ટર-2ની પરીક્ષાઓ મે મહિનામાં લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આલા કાર્યક્રમ મુજબ 10મી મથી યુજી-પીજીના વિવિધ કોર્સના સેમેસ્ટર-પાંચ અને કેટલાક કોર્સમાં સેમેસ્ટર3ની રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જના પરીક્ષા ફોરેમ ભરવાની લેટ ફી સાથેની મુદત 30 એપ્રિલ છે.
આ ઉપરાંત 26 મેથી બી.એ, બી.કોમ, બીબીએ, બીસીએ, બીએસસી સેમેસ્ટર -2 અને એમ.એ, એમ.કોમ, એમ.એડ સહિતના પીજી કોર્સના સેમેસ્ટર-2ની પરીક્ષાઓ શરૂ થશે. 26 મેથી વિવિધ 30 જેટલા કોર્સમાં પરીક્ષાઓ શરૂ થશે.
એકેડમિક કેલેન્ડરમાં વેકેશન પણ આ કારણે લેવાયો નિર્ણય
સરકારના એકેડમિક કેલેન્ડર મુજબ યુનિવર્સિટી અને કોલેજોમાં 1 મેથી વેકેશન જાહેર કરાયું છે. પરંતુ કોરોનાના કારણે એકેડેમિક સત્ર ખોરવાતા અને આગળનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે માટે ઉનાળુ વેકેશનમાં જ પરીક્ષા ગોઠવવી પડી છે. પરંતુ વિદ્યાર્થીઓને તો ઉનાળુ વેકેશનનો લાભ નહીં મેળે અને વેકેશનમાં જ પરીક્ષા આપવી પડશે. 26મી મેથી શરૂ થનારી પરીક્ષાઓના ફોર્મ કોલેજ દ્વારા લેટ ફી સાથે 7મી મે સુધીમાં ભરવાની મુદત અપાઈ છે.
ગુજરાતમાં આ ધોરણના વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષથી પાછલા બે ધોરણના ભણાવાશે પાઠ
કોરોનાના કારણે રાજ્યમાં બે વર્ષ સુધી શિક્ષણ કાર્ય ઠપ રહ્યું હતું. પરંતુ હવે સ્કૂલો ફરીથી રાબેતા મુજબ થઈ ગઈ છે. આ દરમિયાન ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. સ્કૂલોમાં નવા વર્ષથી પાછલા બે ધોરણના મહત્વના પાઠ ભણાવવામાં આવશે.
કોરોનાના લીધે સ્કૂલો બે વર્ષ દરમિયાન સંપૂર્ણ ઓનલાઈન ચાલી, ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ભણ્યા છે. જેથી ધો 9 અને 11માં આગામી વર્ષે આવનારા વિદ્યાર્થીઓને આગળના બે વર્ષના અભ્યાસક્રમના મહત્વના ચેપ્ટર ભણાવાશે. ધો. 9 ના વિદ્યાર્થીઓને ધો. 7 અને ધો.8 ના તેમજ ધો. 11ના વિદ્યાર્થીઓને ધો. 9 અને 10ના મહત્વના ચેપ્ટર ભણાવાશે, જેથી તેઓનો જ્યારો ધો.10-12ની બોર્ડ પરીક્ષના આ ત્યારે નુકસાન ન જાય અને લર્નિંગ લોસ કવર થઈ શકે. આગળના ત્રણ મહિના અતિ મહત્વના ચેપ્ટર ચાલુ ધોરણ સાજે જ ભણાવી દેવાશે, જેથી ચાલુ ધોરણનો અભ્યાસ ન બગડે. આ માટે જીસીઈઆરટટી દ્વારા પરિપત્ર જાહેર કરાશે. હાલ હજુ સુધી કોઈ પરિપત્ર વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો નથી.
Education Loan Information:
Calculate Education Loan EMI