Gujarat Vidhansabha Rangotsav Celebration: ભારતભરમાં હોળીના તહેવારને અનોખી રીતે ઉજવવામાં આવે છે, આવતીકાલે 13 માર્ચે સમગ્ર દેશમાં હોળીનો પવિત્ર તહેવાર મનાવવામાં આવશે, જોકે, આ પહેલા ગુજરાતમાં ધારાસભ્યોએ મનમુકીને હોળી રમી છે. આજે સવારે વિધાનસભા પરિસરમાં તમામ ધારાસભ્યોએ એકબીજા પર અબીલ-ગુલાલની છોળો ઉડાવીને રંગોત્સવની જબરદસ્ત રીતે ઉજવણી કરી હતી. રંગોત્સવ પર્વને ધ્યાનમાં રાખીને આજે વિધાનસભાની કાર્યવાહીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં આજે નેતાઓનો રંગોત્સવ ઉજવાયો હતો. આજે વહેલી સવારથી જ ગુજરાત વિધાનસભાના પરિસરમાં ધારાસભ્યો માટે ખાસ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેને લઈ વિધાનસભાની કાર્યવાહીના સમયમાં પણ ફેરફાર કરાયો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી કે, આજે વિધાનસભા સત્ર પૂરું થયા પછી પરિસરમાં રંગોત્સવ મનાવાશે. તમામ ધાસાસભ્યો ભોજન સાથે રંગોત્સવ મનાવશે. રંગોત્સવમાં ધારાસભ્યો ભાગ લઈ શકે તે માટે વિધાનસભા ગૃહની સવારની બેઠક 10 વાગ્યાના બદલે સાડા આઠ વાગ્યે રાખવામાં આવી હતી.
નેતાજીના રંગોત્સવમાં તમામ ધારાસભ્યો એકબીજા પર અબીલ-ગુલાબ છોળો ઉડાડતા જોવા મળ્યા હતા, કેટલાક ધારાસભ્યો પીચકારીથી હોળી રમતા દેખાયા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી સહિતના નેતાઓએ હોળી રમતા જોવા મળ્યા હતા.
હોળી પર 100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ
હોલિકા દહનનો તહેવાર 13 માર્ચે ઉજવવામાં આવશે, ત્યારે રંગો સાથે હોળી 14 માર્ચે રમવામાં આવશે, જો કે, કેટલાક સ્થળોએ, 15 માર્ચે રંગો સાથે હોળી રમવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે હોળી પર સૂર્ય, શુક્ર અને બુધનો સંયોગ મીન રાશિમાં બની રહ્યો છે અને આ દિવસે ચંદ્રગ્રહણ પણ થશે, આવો દુર્લભ સંયોગ 100 વર્ષ પછી થઈ રહ્યો છે, જેનાથી ઘણી રાશિઓને ફાયદો થશે. આ વખતે હોળી પર 100 વર્ષ પછી ગ્રહોનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, હકીકતમાં આ વખતે હોળી પર સૂર્ય, બુધ અને શુક્રનો મીન રાશિમાં સંયોગ થવા જઈ રહ્યો છે, જેના કારણે બુધાદિત્ય યોગ, લક્ષ્મી-નારાયણ યોગ, ત્રિગ્રહી યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. આ ઉપરાંત, આ દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે, જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી આ ગ્રહણનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ગ્રહોના આ દુર્લભ સંયોગથી 4 રાશિઓને જબરદસ્ત લાભ મળી રહ્યો છે. નોકરી અને વ્યવસાયમાં આ રાશિના જાતકોની સ્થિતિ મજબૂત રહેશે અને પૈસાના કારણે અટકેલા કામ પણ પૂરા થશે.