Amit Shah Gujarat visit: કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ગઈકાલે અમિત શાહે અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં હાજરી આપી હતી. તો આજે ગૃહમંત્રી અમિત શાહ પોતાના કુળદેવીના દરબારમાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, અમિત શાહ દર નવરાત્રિએ માણસમાં પોતાના કુળદેવીના દર્શને પહોચે છે. અમિત શાહ પોતાના કુળદેવી બહુચર માતાજીની પૂજા -અર્ચના કરી  હતી. વર્ષોથી અમિત શાહ દર નવરાત્રીમા સહ પરિવાર માણસાના બહુચર માતાજીના મંદિરે શીશ ઝુકાવે છે.


ગૃહમંત્રીએ વાંયનલાયનું લોકાર્પણ કર્યું


 કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આદ્યશક્તિની આરાધના નવરાત્રિની સૌને શુભકામના. ગયા વર્ષે બીજા નોરતે વાંચનાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. આજે પ્રથમ નોરતે લોકાર્પણ કર્યું છે. 1857ની ક્રાંતિમાં 12 લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યું. 1857થી 2022 સુધી આ ક્રાંતિકારી શહીદોના સન્માન માટે સ્મારક કોઈએ બનાવ્યું ન હતું. મને માણસા તાલુકામાંથી એક વ્યક્તિએ સ્મારક બનાવવા પોસ્ટકાર્ડ લખેલું. મે મુખ્યમંત્રી અને હર્ષભાઈને કહ્યું કે આ સન્માન માટે સ્મારક બનવું જોઈએ. ગુજરાત સરકારે એક વર્ષમાં જ સ્મારક અને વાંચનાલય બનાવ્યું


કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ સમૌ ગામ પહોંચ્યા હતા. સમૌ ગામ ગાંધીનગરના માણસ તાલુકામાં આવેલું છે.  અમિત શાહે સમૌ ગામમાં બનેલી લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત અમિત શાહે સમૌ ગામમાં બનેલા શહીદ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. અમિત શાહની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને માણસના ધારાસભ્ય જે એસ પટેલ પણ સમૌ ગામ પહોંચ્યા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા.


 




આ ઉપરાંત ગાંધીનગર લોકસભા ક્ષેત્રના  સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ આંગણવાડીના બાળકો માટેના મનોરંજન પ્રવાસ અંતર્ગત ફન બ્લાસ્ટ ખાતે રહ્યા ઉપસ્થિત હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ઉપક્રમે " રમશે બાળક ખીલશે બાળક" ઉમદા અભિયાન શરૂ કરાયેલ છે.  આ અભિયાન અન્વયે બિન વપરાશી રમકડાં એકત્ર કરી આંગણવાડી અને ઘર વપરાશમાં રમવા ભૂલકાઓને આપવામાં આવે છે. ગરીબ બાળકના જીવનમાંથી અસંતોષ દૂર થાય અને તેમના ચહેરા પર હાસ્ય રેલાવી શકાય તેવા માનવીય સંવેદના સાથેના આ અભિયાન માટે અગાઉ  શાહે અપીલ કરી હતી. 


આ અપીલ અનુસંધાને પ્રત્યેક મહિનાના બીજા અને ચોથા શનિવારે લોકસભામાં સમાવિષ્ટ વિભિન્ન વિધાનસભા ક્ષેત્રોની આંગણવાડીના બાળકો માટે મનોરંજન પ્રવાસ યોજવામાં આવી રહ્યા છે. આ અભિયાન હેઠળ જ શાંતિબા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અને કુસુમબા ફાઉન્ડેશન પ્રેરિત મનોરંજન પ્રવાસ સાણંદ તાલુકાની આંગણવાડીના બાળકો માટે  યોજાયો હતો. આ પ્રસંગે શ્રી શાહે ઉપસ્થિતિ રહી નાના ભૂલકાઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ મનોરંજન પ્રવૃતિઓમાં પણ ભૂલકાઓને સાથે રાખી સહભાગી થઈ રમકડાઓનું પણ વિતરણ કર્યું હતું. ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ઉપક્રમે યોજાયેલા આ મનોરંજન પ્રવાસ આંગણવાડીના ભુલકાઓએ મન ભરીને માણ્યો હતો.