Chandipura Virus Cases Gujarat: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 47 પોઝિટીવ કેસ છે. જે પૈકી 19 દર્દીઓના મૃત્યુ થયા છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝિટીવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ ૪૩,૪૧૪ ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે.


કયા જિલ્લામાં કેટલા કેસ


 ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-૪૭ પોઝીટીવ કેસો છે. જે પૈકી સાબરકાંઠા-૦૬, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૧, ખેડા-૦૪, મહેસાણા-૦૪, રાજકોટ-૦૨, સુરેન્દ્રનગર-૦૩, અમદાવાદ કોર્પેોરેશન-૦૩, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૭, જામનગર-૦૧, મોરબી-૦૧, દાહોદ-૦૨, વડોદરા-૦૧, બનાસકાંઠા-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, રાજકોટ કોર્પેરેશન-૦૧, કચ્છ-૦૨, સુરત કોર્પોરેશન-૦૧, ભરૂચ-૦૧, તેમજ પોરબંદરમાં -૦૧ કેસો આવેલા છે.


કઈ કઈ જગ્યાએ થયા મૃત્યુ


ગુજરાત રાજ્યના ઉપરોક્ત-૪૭ કેસો પૈકી સાબરકાંઠા-૦૧, અરવલ્લી-૦૧, મહીસાગર-૦૧, ખેડા-૦૧,રાજકોટ-૦૧, અમદાવાદ કોર્પેરેશન-૦૨, પંચમહાલ-૦૪, મોરબી-૦૧, દાહોદ-૦૧, વડોદરા-૦૧, બનાસકાંઠા-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, કચ્છ-૦૨, તેમજ સુરત કોર્પોરેશન-૦૧ એમ કુલ-૧૯ દર્દીઓ મૃત્યુ પામેલ છે.


વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું. વધુમા વાહજ જન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાં આવ્યું છે. કુલ ૫,૯૧,૭૩૫ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે. કુલ ૧,૨૭,૩૨૬ કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે. કુલ ૨૪,૬૬૭ શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૪,૦૨૨ શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે. કુલ ૨૯,૦૭૦ આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૪,૧૯૯ આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે.


શું છે ચાંદીપુરા વાયરસ


ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.


ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી : ઋષિકેશ પટેલ


થોડા દિવસ પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં તમામ તાલુકામાં, આંગળવાડી, શાળાઓ અને મકાનોમાં દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે. ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી. ચાંદીપુરા વાયરસથી સાવધાની રાખવામાં આવે અને બાળકોને તાવ આવે ત્યારે મોટી હોસ્પિટલમાં સારવાર માટે જવું. 24 કલાકમાં હોસ્પિટલ જવું જરૂરી છે. આ વાયરસથી આ રીતે બચી શકાય એમ છે.