Gandhinagar: હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાના પ્રશ્નના જવાબમાં સરકારે લેખિત જવાબ આપતા કહ્યું, રાજ્યમાં મોરબી, અંબાજી, ધોળાવીરા, પ્રસોલી, બગોદરા, દ્વારકા, દહેજ, પાલીતાણા, અંકલેશ્વર, રાજપીપળા, વણોદ અને માંડવી ખાતે એરસ્ટ્રીપ નિર્માણ પામશે. છેલ્લા બે વર્ષેમાં આ એરસ્ટ્રીપ પાછળ 93 કરોડ 73 લાખ 61 હજાર 931 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.


રાજ્યના બિનઅનામત વર્ગ આયોગનું લાખો રૂપિયાનું બજેટ વણવપરાયેલું રહ્યું છે. અર્જુન મોઢવાડિયાના પ્રશ્નમાં સરકારે લેખિત જવાબ આપતાં જણાવ્યું, વર્ષે 2021 - 22માં રૂ. 81.90 લાખની ફાળવણી કરી હતી, જેની સામે રૂ. 62.70 લાખનો ખર્ચે કરવામાં આવ્યો, જ્યારે રૂ. 19.20 લાખ વણવપરાયેલ રહ્યા. વર્ષ 2022 - 23માં રૂ. 74.19 લાખની ફાળવણી કરવામાં આવી હતી, જેની સામે રૂ. 45.61 લાખનો ખર્ચે કરાયો હતો. જ્યારે રૂ. 28.58 લાખ વણવપરાયેલા રહ્યા.



ગ્રાન્ટ ઇન એઇડના છાત્રાલય ગૃહપતિ - ગૃહમાતા પગારમાં વધારો


ગ્રાન્ટ ઇન એઇડના છાત્રાલય ગૃહપતિ - ગૃહમાતા પગારમાં વધારો કરવામાં આવ્યો છે. ધારાસભ્ય દિનેશ ઠાકોરના પ્રશ્નમાં સરકારે લેખિત જવાબમાં જણાવ્યું, 1 એપ્રિલ 2022થી પગાર વધારો કરવામાં આવ્યો છે. નોન એસએસસી ગૃહપતિ - ગૃહમાતાના પગારમાં રૂ. 3500, એસએસસી પાસ ગૃહપતિ - ગૃહમાતાના પગારમાં રૂ. 3500, ટ્રેઈની સ્નાતક ગૃહપતિના પગારમાં રૂ. 3500, મુખ્ય રસોયાના પગારમાં રૂ. 2500, મદદનીશ રસોયા અને ચોકીદારના પગારમાં રૂ. 2000નો વધારો કરવામાં આવ્યો છે.


ગુજરાતમાં કોરના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોવિડ પોઝિટિવ દર્દી એસ.એસ.જી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો છે. મળતી વિગત પ્રમાણે, પાદરાની 51 વર્ષીય મહિલાને તાવના લક્ષણો હતા. ટેસ્ટ કરતા કોવિડ પોઝિટિવ હોવાનું બાહર આવ્યું હતું. કોવિડ પોઝિટિવ આવતા મહિલા ભાગી છૂટી હતી. ગઈકાલે વડોદરામાં કોવિડ ના 9 કેસ પોઝિટિવ આવ્યા હતા. મહિલા ભાગી છૂટતાં કોવિડ વોર્ડ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.


ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના 247 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. અમદાવાદમાં 124 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 124, અમરેલીમાં 19, મોરબી અને સુરત કોર્પોરેશનમાં 17-17, રાજકોટ કોર્પોરેશનમાં 16, મહેસાણામાં 12, વડોદરા કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 8, સુરતમાં 6, ગાંધીનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 3-3, આણંદ અને સાબરકાંઠામાં 2-2 તથા ભાવનગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હતા. મહેસાણામાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું હતું.


એક્ટિવ કેસની સંખ્યા કેટલી ?


રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1064 પર પહોંચી છે, જેમાંથી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 1058 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1267144 લોકો કોરોના સામે જંગ જીત્યા છે, જ્યારે 11049 લોકોના કોરોનાથી મોત થયા છે.