ગાંધીનગરઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે. આવતીકાલે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે. આ પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર મુકાશે. વિદ્યાર્થીઓનું પરિણામ સ્કૂલના ઈંડેક્સ નંબર અને પાસવર્ડથી લોગિન કરી ડાઉનલોડ કરી શકાશે.


કોરોના મહામારીને કારણે રાજ્યસરકારે 12 સાયંસના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ધોરણ 12નું પરિણામમાં ધોરણ 10ના પરિણામના 50 માર્ક્સ, ધોરણ 11ના 25 માર્કસ, તેમજ ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.


ગુજરાત યુનિવર્સિટીનો ગંભીર છબરડો 


ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે.  લથી B.COM સેમ-6ની ઓફલાઈન પરીક્ષા  શરૂ થવાની છે. જોકે, 500 જેટલા વિદ્યાર્થીઓના નામ ગાયબ થયા છે અને હોલ ટિકિટ મળી નથી. પરીક્ષાની લેટ ફી ભરી હોવા છતાં હોલ ટિકિટ મળી નથી. લિસ્ટમાં નામ ન હોવાથી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સીટી પહોંચ્યા હતા. 500થી વધુ વિદ્યાર્થીઓનું 1 વર્ષ બગડે તેવી શક્યતા છે.


નોંધનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી - પીજીની ઉનાળુ સત્રની ઓફલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરોયો હતો જે મુજબ 27 મી જુલાઈથી બીજા તબક્કામાં પરીક્ષાઓ શરૂ થશે. સરકારે કોરોનાની સ્થિતિ સુધર્યા બાદ જુલાઈમાં ઓફલાઈન પરીક્ષા લેવાની યુનિર્સિટીઓને મંજૂરી આપતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા બાકી રહેલી તમામ પરીક્ષાઓની ઓનલાઈન મોડની પરીક્ષા બાદ ઓફલાઈન પરીક્ષાઓ પણ લેવાઈ રહી છે . 


અગાઉ યુજી - પીજી સેમ 1 ની ઓનલાઈન પરીક્ષાઓ બાદ યુજી - પીજી સેમની ઓનલાઈન પરીક્ષાઓ ગત મહિને લેવાઈ હતી. ત્યારબાદ 7 મી જુલાઈથી શિયાળુ સત્રની સેમ 1 ની મોકુફ કરાયેલી પરીક્ષાઓ ઓફ લાઈન ધોરણે લેવાઇ રહી છે . આ પરીક્ષાઓ પુર્ણ થયા બાદ 27 મી જુલાઈથી યુજી પીજી સેમ-6 ની પરીક્ષાઓ શરૂ થનાર છે . જેમાં બી . કોમ બીએસસી રેગ્યુલર એક્સટર્નલ સેમેસ્ટર 6 ની તેમજ પીજીમાં એમકોમ રેગ્યુલર એક્સટર્નલ સેમેસ્ટર હની પરીક્ષા લેવાશે . આ ઉપરાંત એલએલબી સેમે 2,4 અને 6 ની પરીક્ષાઓ પણ ઓફલાઈનમાં શરૂ થશે , બીએડની ઓફલાઈન પરીક્ષા 20 જુલાઈથી શરૂ થશે . હર્વે પછીની તમામ પરીક્ષા 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે અને 5 ઓગસ્ટ સુધી બીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષાઓ ચાલશે.