લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સંઘ પ્રદેશનાં દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે કહ્યું કે, અત્યારે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે શુક્રવારે ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી છે. જ્યારે આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
આજે વલસાડ, દમણ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની પણ સંભાવનાઓ જોવા મળે છે.
મહત્વની વાત છે કે, હવામાન ખાતાએ ગુજરાતમાં 29, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. નવરાત્રી દરમિયાન જ ગુજરાતમાં હળાવાથી ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ આવે તેવી સંભાવના છે. નવરાત્રીના શરૂઆતના દિવસોમાં વરસાદ આવે તેવી સંભાવના છે.