ગાંધીનગર:  પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક શરૂ થઈ છે. સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક થઈ શરૂ છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ  હાજર છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ, SC મોરચાના ઈંચાર્જ તરુણ ચૂંગ પણ હાજર છે. બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે સેવા પખવાડિયાના આયોજનની ચર્ચા થશે. ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશ ભાજપના નેતાઓને પણ હાજર છે.

ગુજરાત ભાજપની કમલમ કાર્યાલય ખાતે મળશે કાર્યશાળા

પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે. ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકર સમ્માન અભિયાનને લઈ પ્રદેશ કાર્યશાળાનું આયોજન કર્યું છે. અભિયાન થકી ભાજપ દેશભરમાં 14થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડો.બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે. કાર્યશાળામાં શહેર - જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો, પ્રદેશ હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને પણ આપવામાં આવશે માર્ગદર્શન અને સૂચનાઓ.

આ બેઠક ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. સીઆર પાટીલે ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યોને શનિવારે બેઠકમાં હાજર રહેવાની સૂચના આપી હતી. આ બેઠકમાં સીઆર પાટીલના ઉત્તરાધિકારીને લઇને ચર્ચા કરવામાં આવે તેવી અટકળો વહેતી થઇ છે. કારણ કે આ બેઠકમાં ધારાસભ્યો સિવાય રાષ્ટ્રીય મહાસચિવ અને SC મોરચાના ઈન્ચાર્જ તરૂણ ચૂંગ પણ હાજર  છે ત્યારે આ અટકળોને બળ મળ્યું છે. જોકે સૂત્રોએ દાવો કર્યો હતો કે સેવા પખવાડિયાની ઉજવણીની તૈયારી માટે આ બેઠક બોલાવવામાં આવી છે. 14 તારીખથી ભાજપ સેવા પખવાડિયું ઊજવશે. 

નોંધનીય છે કે, સુરતના મજુરા વિધાનસભામાં સક્રિય સદસ્ય સંમેલનમાં સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી પર સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે હું આવતીકાલે પ્રમુખ ન પણ હોય. હું પ્રમુખ ન જ હોવો જોઈએ. મે અનેક વખત કહ્યું છે એક વ્યક્તિને બે હોદ્દા ન આપવા જોઈએ. નિર્ણય થઈ જશે તો નેતાઓ જાહેર કરશે.

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ માટે કહેવાતું હતું કે થાંભલો ઉભો રાખો તો જીતી જાય. એ કોંગ્રેસનું ઘમંડ હતું. કોંગ્રેસની આજે સ્થિતિ દેખાય છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પણ ભાજપ ખૂબ જ મજબૂત થયું છે. કેન્દ્રમાં ત્રીજી ટર્મ થઈ ગઈ છે હજુ પણ દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી. કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી નજીક પણ નહીં આવી શકે. 60- 70 વર્ષ દેશમાં રાજ કર્યા બાદ પણ આજે લોકોને મફત અનાજ આપવું પડે છે તો કોંગ્રેસે શું કામ કર્યા હશે. ગેસ એક લક્ઝરી હતી, વર્ષો સુધી કનેક્શન મળતા નહોતા. મારા ઘરે પણ વર્ષો પહેલા ગેસ આવ્યો ત્યારે મારી પત્નીએ ખુશીમાં લાપસી બનાવી હતી. આજે પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં ગેસ ઘર- ઘર સુધી પહોંચાડી દીધો છે.