ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે એક મોટી ભરતીની જાહેરાત કરી છે. કુલ 395 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.જૂનિયર ફાર્માસિસ્ટની 209, ગ્રંથાલય કારકુનની 86 જગ્યા પર અને મદદનીશ ગ્રંથાલયની 100 જગ્યાઓ પર ભરતી કરાશે.ઉમેદવારો 30 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. ઉમેદવારોએ નિર્ધારિત સમય મર્યાદામાં મંડળની સત્તાવાર વેબસાઇટ મારફતે ફોર્મ ભરવાનું રહેશે. 

Continues below advertisement

જુનિયર ફાર્માસીસ્ટની 209 જગ્યાઓ, ગ્રંથાલય કારકુનની 86, મદદનીશ ગ્રંથાલયની 100 જગ્યા પર ભરતી કરાશે. ઉમેદવારો આજે બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરી શકાશે. 30 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. રાજ્યના વિવિધ વિભાગોમાં કુલ 395 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. કુલ 395 પદો માટેની ભરતી પ્રક્રિયા આજથી (તારીખ 16 ડિસેમ્બર) શરૂ થઈ રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજે બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ નિર્ધારિત સમય મર્યાદામાં મંડળની સત્તાવાર વેબસાઇટ મારફતે ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતી રાજ્યના યુવાનો માટે સરકારી સેવામાં જોડાવાની એક ઉત્તમ તક પૂરી પાડે છે.

ઇન્ડિયન આર્મી ઇન્ટર્નશિપ 2025 

Continues below advertisement

જો તમે ભારતીય સેનામાં જોડાવા અને નોકરી પર શીખવા માંગતા હોવ તો હવે તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. ભારતીય સેનાએ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ (IAIP) માટે નોંધણીઓ ખોલી છે. આ ઇન્ટર્નશિપ એવા યુવાનોને પસંદ કરે છે જેઓ લાઇવ પ્રોજેક્ટ્સ અને હાઇ-ટેક મિશન પર આર્મી સાથે કામ કરશે. B.E./B.Tech ડિગ્રી (કમ્પ્યુટર સાયન્સ/ડેટા સાયન્સ/IT/ECE) ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. છેલ્લી તારીખ 21 ડિસેમ્બર, 2025 છે.                                       

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ખાલી જગ્યા 2025 

જે ઉમેદવારો બેંકમાં કામ કરવાનું સ્વપ્ન જુએ છે તેઓ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા (CBI) ભરતી માટે પણ અરજી કરી શકે છે. બેન્ક તેના કૃષિ, ગ્રામીણ વિકાસ અને નાણાકીય સમાવેશ વિભાગ, સેન્ટ્રલ ઓફિસ માટે BC સુપરવાઈઝરની ભરતી કરી રહી છે. નિવૃત્ત અને યુવાન બંને ઉમેદવારો અરજી કરી શકે છે. છેલ્લી તારીખ 20 ડિસેમ્બર, 2025 છે. આ સમય પછી સબમિટ કરેલી અરજીઓ માન્ય રહેશે નહીં.