ગાંધીનગરઃ ગાંધીનગર કોર્પોરેશનનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપે 41, કોંગ્રેસે 2 અને આપે એક બેઠક પર વિજય મેળવ્યો છે. આ સાથે ભાજપે ગાંધીનગર કોર્પોરેશનમાં ભવ્ય વિજય મેળવ્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભલે એક બેઠક મેળવી હોય પણ તેને ગુજરાતમાં મૂળિયા નાખી દીધા છે. ગાંધીનગરમાં પ્રથમ વખત જ ચૂંટણી લડનારી આમ આદમી પાર્ટીને 21.77 ટકા મત મળ્યા છે. પણ આપે કૉંગ્રેસનો ખેલ બગાડ્યો છે. કારણ કે 2016માં કૉંગ્રેસની મતની ટકાવરી 46.93 ટકા હતી જે ઘટીને 28.02 ટકાએ પહોંચી છે. જ્યારે ભાજપના વોટશેરમાં 2 ટકાનો વધારો થયો છે. 2016માં ભાજપને 44 ટકા મત મળ્યા હતા જ્યારે આ ચૂંટણીમાં 46.49 ટકા મત મળ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય વિજય પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાર્ટીના વરિષ્ઠ મુરબ્બી અને અમારા પ્રમુખશ્રી સી.આર. પાટીલ સાહેબ મને એવું કહેતા હતા કે આ 3 સીટ ઓછી કેમ આવી.
જીત બાદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટી ક્યારેય નહીં ચાલે. જે ખૂબ ગાજ્યા હતા, તેને એક બેઠક મળી છે. કોંગ્રેસને ફ્કત બે જ બેઠક મળી છે. થરા નગર પાલિકામાં પણ ભાજપે 20 બેઠક સાથે જીત મેળવી છે. જિલ્લા પંચાયતોમાં આઠમાંથી પાંચ બેઠકો જીતી છે. તાલુકા પંચાયતની 45માંથી 28 બેઠકો જીતી છે. નગર પાલિકાની 45માંથી 37 બેઠકો જીતી છે. જે ઉમેદવારોના વિજય થયા છે તે નાગરિકોના હિતમાં કાર્યો કરશે. પ્રધાનમંત્રી મોદી, અમિતભાઈ શાહ, જે.પી. નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર. તમામ વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી. જનતાએ અમારા પર મુકેલો વિશ્વાસ એળે નહીં જાય.
જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પહેલો ઘા આપનોઃ જાણો કઈ બેઠક પર મેળવી જીત
ઓખા પછી થરા નગર પાલિકામાં પણ ભાજપનો ડંકો વાગ્યો, વોર્ડ નંબર-1માં આખી પેનલ જીતી
પાકિસ્તાન વાતો શાંતિની કરે અને ઇમરાન ખાન લાદેનને શહિદ ગણાવે છે – UNમાં ભારત