Gandhinagar News: વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અતિસંવેદનશીલતાથી કામ કરવા જણાવ્યું હતું. તેમણે કુપોષણ, ડ્રોપ આઉટ રેશિયો અને આયુષ્યમાન યોજના અંગે અતિસંવેદનશીલતાથી કામ કરવા ટકોર કરી હતી અને મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જાતીય ગુના - બળાત્કારના કેસોની ઝડપી તપાસ સંદર્ભે સૂચના આપી હતી.
બળાત્કાર અને પોક્સો ધારાનાં કેસોનાં ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટની યોજનાનો અમલ કરવા સૂચના આપી હતી. ઉપરાંત 2022 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ)ને મજબૂત કરવી સંદર્ભે સલાહ સૂચન આપ્યા હતા.
વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં કુલ 17 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જેમાં 17 પૈકી 9 મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ઉપરાંત રાષ્ટ્રહિતના મુદ્દાઓ સહિત બાકીના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરાઈ હતી. જમીન સંબંધિત મુદ્દાઓનું હસ્તાંતરણ, પાણી પુરવઠા સાથે સંબંધિત મુદ્દાઓ, હરાજી કરાયેલી ખાણો કાર્યરત કરવી, કોમન સર્વિસ સેન્ટર ખાતે રોકડ જમા કરાવવાની સુવિધા, બેંક શાખાઓ - પોસ્ટલ બેંકિંગ સુવિધાઓ દ્વારા ગામડાઓને આવરી લેવા, ગામડાઓમાં કુટુંબોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે રાજ્યો દ્વારા ભારત નેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ, 5જી લાગુ કરવા માટે રાજ્યો દ્વારા ટેલિકોમ રોડબલ્યુ નિયમો અપનાવવા તથા મોટર વાહનોનો અમલ (વાહન સ્ક્રેપિંગ સુવિધામાં સુધારાની નોંધણી અને કામગીરી) નિયમોનો અમલ કરવા ચર્ચા થઈ હતી.