ગાંધીનગરઃ દેશમાં ચાલુ વર્ષે ચોમાસુ 4 જૂને નહીં પણ 6 જૂને આવી પહોંચશે. ખાનગી એજન્સી સ્કાયમેટે 4 જૂનથી ચોમાસાની આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગે 6 જૂનથી ચોમાસુ આવશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે છેલ્લા 14 વર્ષમાં તેની ભવિષ્યવાણી 13 વખત સાચી પડી છે.


રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ચોમાસુ નબળું રહે છે ત્યારે આ વખતે પણ સામાન્યથી થોડું સારું રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા સમગ્ર દેશમાં 96 ટકા વરસાદની સંભાવના દર્શાવાઇ છે જેની અસર તળે ગુજરાતમાં પણ સરેરાશની આસપાસ વરસાદ રહે તેવી શક્યતા છે. કેરળમાં 6ઠ્ઠી જૂનથી ચોમાસુ બેસશે ત્યારે ગુજરાતમાં જૂનના બીજા કે ત્રીજા સપ્તાહથી ચોમાસાની શરૂઆત થઇ શકે છે.

અધિક મુખ્ય સચિવ, મહેસુલ, પંકજ કુમારે કહ્યું કે, 6 જૂનની આસપાસ કેરળ તટથી ચોમાસુ પ્રવેશ કરશે. જૂનના બીજા કે ત્રીજા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહે તેવી શક્યતા છે.

દરમિયાનમાં ગાંધીનગર ખાતે બુધવારે રાજ્યમાં ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મુખ્ય સચિવ જે.એન.સિંઘના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે અલનીનો અને ઇન્ડિયન ઓસન ડાયપોલ સિસ્ટમની ચોમાસા પર અસર અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે પૂર જેવી આપત્તિ વખતે ઇસરોની સેટેલાઇટ ટેક્નોલોજીના ઉપયોગ ઉપરાંત એનડીઆરએફ, સેનાની ત્રણેય પાંખ તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવવા સૂચના અપાઇ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની સમીક્ષા કરીને અગાઉના વર્ષો દરમિયાન લેવાયેલા પગલાંનો સમાવેશ કરીને પ્લાન અપડેટ કરવા સૂચના અપાઇ હતી.

વર્લ્ડકપની ટીમમાં વધુ એક ગુજરાતી ખેલાડીનો સમાવેશ થઈ શકે છે, જાણો વિગત

હેલ્મેટ નહીં તો પેટ્રોલ નહીં, જાણો કઈ જગ્યાએ લાગુ થશે આ નિયમ

ગુજરાતમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસુ? હવામાન વિભાગે શું ચિંતા કરી વ્યક્ત? જુઓ વીડિયો