ગાંધીનગરમાં પણ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. આજથી ગાંધીનગરમાં ફક્ત દૂધ અને દવાઓની દુકાનો જ ખુલ્લી રાખવાની છૂટ આપી છે. જ્યારે કલોલમાં પણ પોઝિટિવ કેસોમાં સતત વધારો થતાં જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે. શુક્રવાર સાંજે 6 વાગેથી 17મી સવારે 6 વાગે સુધી કલોલમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન દૂધ, મેડિકલ અને હોસ્પિટલો જ ખુલ્લી રહેશે. આ નિર્ણયનો દરેક વ્યક્તિએ અમલ કરવાન રહેશે.
મહત્વની વાત એ છે કે, ગાંધીનગર જિલ્લામાં એક જ દિવસમાં નવા 22 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં કલોલમાં જ 6 પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. કલોલના હિંમતલાલ પાર્કમાં આજે બીજા નવા 6 પોઝિટિવ કેસો સામે આવતાં તંત્ર દોડતું થયું હતું. કલોલનો પોઝિટિવ કેસનો આંકડો 16 પર પહોંચી ગયો છે.
નોંધનીય છે કે, ગાંધીનગરમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરમાં 119 કેસ નોંધાયા છે. જેમાંથી 20 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 5 લોકોનાં મોત થયા છે.