ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટસમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે બનાવની જાણ થતા પોલીસ દોડતી થઈ હતી. યુવકે જે ક્વાર્ટરમાં આપઘાત કર્યો હતો તે ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારને ફાળવવામાં આવ્યું હતું. નોંધપાત્ર છે કે જીવનને ટુંકાવનાર યુવક તેમના ક્વાર્ટરમાં રહેતો હતો. ત્યારે આ મામલે ગાંધીનગર પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે બીમારી હોવાના કારણે યુવકે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યુ છે.

ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારના ગાંધીનગર સ્થિત એમ.એલ.એ ક્વાર્ટસમાં રહેતા એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનારા 42 વર્ષીય રાકેશ ચાવડા ધારાસભ્ય કાંતિ પરમારનો ભાણીઓ હતો. આત્મહત્યા કરનારા યુવક લકવાની બીમારીથી પીડાતો હતો.

એમએલએ ક્વાર્ટસ ખાતે ગઈકાલ મોડી રાત્રે આ ઘટના બની હતી. એમએલએ ક્વાર્ટસ ખાતેનાં બ્લોક 12માં 11માં નબરનાં બ્લોકમાં કાંતિ પરમારનું ક્વાટર આવેલ છે. ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.