ગાંધીનગર: આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી જેમાં મંત્રીઓ અને અધિકારીઓ બેઠકમાં પહોંચ્યા હતાં જોકે ભાજપના જ એક મંત્રી મોદીની સલાહને ઘોળીને પી ગયા અને માસ્ક પહેર્યા વગર ગાડીમાંથી ઉતર્યા હતાં અને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતાં. આ ઉપરાંત કેબિનેટમાં આવતાં મંત્રીઓ કે અધિકારીઓનું થર્મલગનથી પણ ચેકિંગ કરવામાં આવ્યું નહતું. જેની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
ગુજરાતમાં ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતની જગ્યાએ થર્મલગનથી ચેકિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે ત્યારે રૂપાણી કેબિનેટની બેઠકમાં સરકારે બનાવેલા આ નિયમના ધજાગરા ઉડાવી દેવામાં આવ્યા હતાં. રૂપાણી કેબિનેટમાં મંત્રીઓ અને અધિકારીઓનું થર્મલગનથી ચેકિંગ કરવામાં આવ્યું નહતું.
ગાંધીનગરમાં માસ્ક વિના જ મંત્રી ફરતા જોવા મળ્યા હતાં. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ માસ્ક પહેર્યા વિના જ કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતાં. સામાન્ય નાગરિક માસ્ક વિના નિકળે તો દંડ તો ઈશ્વરસિંહ પટેલને કોઈ રોક ટોક નહીં ત્યારે સવાર તે છે કે શું કોરોના ઈશ્વરસિંહ પટેલનો ઓળખતી છે એટલા માટે તે મન ફાવે તેમ ફરી રહ્યાં છે.
આજે ગાંધીનગર ખાતે રૂપાણી કેબિનટે બેઠક મળી હતી જેમાં મંત્રીઓ અને અધિકારીઓ પહોંચ્યા હતાં. ત્યારે સરકારે બનાવેલા કોરોનાના નિયમ પ્રમાણે મંત્રીઓ અને અધિકારીઓ માસ્ક પહેરીને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતાં જોકે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ માસ્ક વગર ગાડીમાં ઉતર્યાં હતા અને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા જેમની તસવીર કેમેરામાં કેદ થઈ હતી.
રૂપાણી કેબિનેટની બેઠકમાં સરકારે પોતે જ બનાવેલા આ નિયમના ઉડાવી દેવાયા ધજાગરા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2020 11:32 AM (IST)
આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી જેમાં મંત્રીઓ અને અધિકારીઓ બેઠકમાં પહોંચ્યા હતાં જોકે ભાજપના જ એક મંત્રી મોદીની સલાહને ઘોળીને પી ગયા અને માસ્ક પહેર્યા વગર ગાડીમાંથી ઉતર્યા
- - - - - - - - - Advertisement - - - - - - - - -