ગાંધીનગર: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જોકે ગઈકાલે મોડી રાતે ગાંધીનગર તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં મીની વાવાઝોડું આવ્યું હતું. મીની વાવાઝોડાને પગલે ગામમાં વૃક્ષો ધરાશાઈ થયા હતાં.
ગાંધીનગર તાલુકાના માધવગઢના લક્ષ્મીપુરા ગામમાં અચાનક મોડી રાત્રે મીની ચક્રવાત ત્રાટક્યું હતું. મીની ચક્રવાતના પગલે ગામના લોકોમાં દોડધામ જોવા મળી હતી. મીની ચક્રવાતના પગલે ગામમાં વૃક્ષો ધરાશાઈ થયા હતાં.
મોડી રાતે ગામમાં મીની ચક્રવાત આવતાં જ ગામના લાઈટના થાંભલાઓ પડી જતાં વીજપુરવઠો ખોરવાયો હતો. જ્યારે કેટલાક કાચા મકાનો અને તબેલાના પતળાં પણ ઉડવા લાગ્યા હતાં. જેના કારણે લોકોમાં દોડધામ જોવા મળી હતી.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 18 અને 19 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ, વલસાડ, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં આજે વરસાદ પડી શકે છે.
છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે સમગ્ર વિસ્તારોના વાતાવરમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખૂશીની લહેર જોવા મળી રહી છે. ખેડુતોએ વાવણીમાં જોતરાઈ ગયા છે.
મોડી રાત્રે ગુજરાતના આ ગામમાં આવ્યું મીની ચક્રવાત? વાવાઝોડાને પગલે કાચા મકાનો-તબેલાના પતરાં ઉડ્યાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2020 10:52 AM (IST)
મોડી રાતે ગામમાં મીની ચક્રવાત આવતાં જ ગામના લાઈટના થાંભલાઓ પડી જતાં વીજપુરવઠો ખોરવાયો હતો. જ્યારે કેટલાક કાચા મકાનો અને તબેલાના પતળાં પણ ઉડવા લાગ્યા
- - - - - - - - - Advertisement - - - - - - - - -