ગાંધીનગરઃ  ગૌણ સેવાના હેડ કલાર્ક પેપર કાંડને લઈને કોંગ્રેસે આજે અનોખો વિરોધ  કર્યો હતો. ગાંધીનગર ખાતે કોંગ્રેસ મોક સંસદનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, નેતા વિપક્ષ સુખરામ રાઠવા હાજર રહ્યા હતા. આ મોક સંસદમાં શૈલેષ પરમાર મુખ્યમંત્રી અને લલિત પટેલ શિક્ષણ મંત્રી બન્યા હતા. જ્યારે હિંમાશુ પટેલને નીતિન પટેલ બનાવાયા હતા. તેમણે કહ્યું, ભલે કાઢી મૂક્યો પણ હું તો આગળ જ બેસીશ.


મોક સંસદમાં શિક્ષણ મંત્રીએ કહ્યું અમારા શાસનમાં પેપર તો ફૂટશે જ. હિમાંશુ પટેલ મોક એસેમ્બલીમા નીતિન પટેલ બન્યા. ડેપ્યુટી સીએમથી મને ભલે કાઢી મુક્યો પણ હું તો વિધાનસભામાં આગળ જ બેસીસ.  અધ્યક્ષે કહ્યું રૂપાણીને હવે નવરા કરી દીધા છે એમને હવે કોઈ કઈ કહેશો નહિ. ભુપેન્દ્ર પટેલ બનેલ રઘુ દેસાઈએ કહ્યું - પેપર ફૂટ્યું નથી અમારી સરકાર બની ત્યારથી જનતાનું ભાગ્ય અને કપાળ ફૂટ્યું છે.


શિક્ષણ મંત્રી બનેલ કિરીટ પટેલે કહ્યું આજે પેપર ફૂટ્યું અને આવતી કાલે પણ ફૂટશે આ અવિરત પરમ્પરા છે. જેલમા જવું એ અમારા માટે ગૌરવની વાત. અમે કેસ વાળા લોકોને જ સત્તામા બેસાડ્યા છે. પેપર ફૂટ્યું નથી અમે પેજ પ્રમુખોના દીકરા દીકરીને નોકરીએ રાખવા પેપર ફોડયું છે.


ગૃહ મંત્રીએ કહ્યું પેપર કાંડમાં કોઈ નાની માછલીને છટકવા નહિ દેવાય. ભલે મોટા મગરમચ્છ છટકી જાય. આગળ જતાં પેપર ફુટશે પણ પેપર ફૂટવાની માંગ નહિ ફૂટવા દેવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.