ગાંધીનગરઃ સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસ CBI પાસે છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં CBIએ પોતાની તપાસ પૂરી કરી લીધી હોવાના દાવાને CBIએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને નકારી કાઢ્યો છે. દેશની ત્રણ ટોચની એજન્સીઓ CBI, ED તથા NCB આ કેસની તપાસ કરી છે.સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રાસ્થિત ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો.


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે હવે આ કેસમાં તપાસ કરી રહેલી એનસીબીએ 15 સ્માર્ટ ફોન ગાંધીનગર મોકલ્યા છે. આ 15માંથી બોલીવૂડ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણે, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર અને અન્યના હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ વિભાગને એનસીબી તરફથી તાજેતરમાં જ 15 સ્માર્ટ ફોન મળ્યા હોવાનો અહેવાલમાં દાવો કરાયો છે. ડીએફએસના અધિકારીએ આ સમાચાર સાચા હોવાની પુષ્ટી કરાયાનું જણાવાયું છે. અભિનેત્રીઓ પાસેથી જપ્ત કરાયેલા આ સ્માર્ટ ફોનની તપાસમાં મહત્વની વિગતો મળવાની એજન્સીને આશા છે.

અહેવાલમાં જણાવ્યું છે કે, તપાસ એજન્સીએ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ પાસેથી ડિવાઇસના કોન્ટેક્ટ લિસ્ટ, મેસેજ, સોશિયલ મીડિયા પરના સંવાદ અને મીડિયા ફાઇલની વિગતો માંગી છે. આ વિગતો એજન્સીને તપાસમાં ઉપયોગી થવાની આશા છે. જોકે, ડીએફએસના અધિકારીઓએ આ સ્માર્ટ ફોના છે, તેના નામ અંગે કોઈ કન્ફર્મેશન આપ્યું નથી.

આ અભિનેત્રીઓ સિવાય એનસીબીએ તપાસ દરમિયાન દીપિકાની મેનેજર કરિષ્મા પ્રકાશ, ડિઝાઇનર સિમોન ખંભાતા અને સુશાંતના ટેલેન્ટ મેનેજર જયા સહા અને રિયા ચક્રવર્તીના ફોન કબ્જે કર્યા હતા.