સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બનતું હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં અનલોક-3માં કોરોનાનું સંક્રમણ બેકાબુ બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં 65 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણામાં 30 કેસ, સાબરકાંઠામાં 8, પાટણમાં 19, અરવલ્લીમાં 3 અને બનાસકાંઠામાં 5 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. તમામ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનલોક 3માં વ્યાપક છૂટછાટ અપાઈ છે જેને કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતી ક્યાંય જોવા મળતી નથી.
ઉત્તર ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ
મહેસાણામાં 1095 કેસ નોંધાયા છે જેમાં હાલ 511 એક્ટિવ કેસ છે. 22 દર્દીઓના મોત નિપજ્યાં છે.
પાટણમાં 658 કેસ નોંધાયા છે જ્યારે હાલ 49 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 33 લોકોનાં મોત નિપજ્યાં છે.
સાબરકાંઠામાં 516 કેસ નોંધાયા છે જેમાં 159 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 8 લોકોનાં જ મોત નિપજ્યાં છે.
બનાસકાંઠામાં 775 કેસ નોંધાય છે જેમાં 12 જ એક્ટિવ કેસ છે જોકે 16 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે.
અરવલ્લીમાં 323 કેસ નોંધાયા છે જેમાં હાલ 34 એક્ટિવ કેસ છે જોકે અત્યારે સુદી 24 દર્દીઓનાં મોત નિપજ્યાં છે.
ઉત્તર ગુજરાતમાં કોરોના બેકાબૂ? આ જિલ્લામાં એક જ દિવસમાં નોંધાયા 30 પોઝિટિવ કેસ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2020 08:50 AM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બનતું હોય તેવું લાગી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -