ચાર બોર્ડ નિગમો માટે વન ટાઇમ સેટલમેન્ટ યોજનાની જાહેરાત, 170 કરોડની રાહત મળશે
abpasmita.in | 08 Oct 2016 04:44 PM (IST)
ગાંધીનગરઃ રાજ્ય સરકારે બોર્ડ નિગમોમાં વન ટાઇમ સેટલમેન્ટની જાહેરતા કરી હતી. ડૉ બાબાસાહેબની આંબેડકરની 125મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે 170 કરોડની રાહત આપવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ગુજરાત ઠાકોર વિકાસ નિગમ, ગોપાલક વિકાસ નિગમ, અલ્પ સંખ્યક વિકાસ નિગમ અને ગુજરાત પછાત કલ્યાણ વિકાસ નિગમ દ્વારા વિકસતી જાતીઓને વ્યવસાય માટે ધિરાણ આપવામાં આવે છે. જેમ ઘણા લાભાર્થીઓ આ ધિરાણની રકમ અને તેનું વ્યાજ પરત ના કરી શક્તા દંડનીય વ્યાજની રમક સમય જતા ભરી નથી શક્તા વન ટાઇમ સેટલેમેન્ટ યોજના અંતર્ગત ફક્ત મુદ્દલની વસુલાત કરવાનું નક્કી કરવામાં આવ્યુઁ છે. આ મામલે સરકારનો દાવે છે કે, આ નિર્ણયથી 25 હજારથી વધુ પરિવારોને ફાયદો થશે.