ગુજરાત વિધાનસભાઅ બજેટ સત્રની શરૂઆત થઇ ગઈ છે. કોંગ્રેસ વિવિધ મુદ્દે રાજ્યની ભાજપ સરકારણે ઘેરવાના પ્રયાસો કરી રહી છે.  આ દરમિયાન વિધાનસભા ગૃહમાં ડ્રગ્સનો મુદ્દો ઉછળ્યો હતો.   ડ્રગ્સ મુદ્દે ગૃહમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. ગૃહ મંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો હાથમા બેનરો લઈને ઉભા થઇ હોબાળો મચાવ્યો. સત્તા પક્ષ અને  વિપક્ષ આમને સામને આવી ગયા. ગૃહમા ડ્રગ્સ અને નશીલા દ્રવ્યો મામલે જોરદાર હોબાળો. ગૃહ પ્રશ્નોતરી કાળ સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે ગુજરાત ઉડતા ગુજરાત તરફ જઈ રહ્યું છે.


 ડ્રગ્સ મુદ્દે  હર્ષ સંઘવીનું નિવેદન
ગુજરાતમા ડ્રગ્સના કેસોમા પ્રોએક્ટિવ રીતે કામ કરીએ છીએ જેથી ડ્રગ્સ વધુ પકડાશે. ડ્રગ્સ માર્કેટ સુધી આપડે નથી પહોંચવા દેતા જેથી વધુ ડ્રગ્સ ગ્સ ના આંકડાઓ સામે આવે છે. ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સ નો વ્યાપાર કરવામાં આવતો હતો જે ગુજરાત પોલીસે ક્રેક કર્યો છે. ગુજરાત પોલીસને અભિનંદન આપવા જોઈએ.  ડાર્ક વેબથી ડ્રગ્સ ડિલરોના કોન્ટોક્ટ કરવામાં આવતો હતો. ડ્રગ્સનું વેચાણ ક્રિપ્ટો કરન્સિથી થતું હતું. ૭૫ ડ્રગ્સ ડોલરોની તપાસમા વિગત બહાર આવી.


ગુજરાતમાં દારૂબંધી ક્યારેય હળવી કરવામાં નહીં આવે
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો જવાબ. રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં દારુ માટે રેડ પાડી. 20,626 રેડ છેલ્લા બે વર્ષમાં કરાઈ. બે વર્ષમા કુલ 16 હજાર કરતા વધુ લોકો પર ફરીયાદ નોંધાઈ. બે વર્ષમા રાજકોટ શહેરમા દારુના કેસોમા 72 લોકોને પાસા. ગુજરાતમાં દારૂબંધી ક્યારેય હળવી કરવામાં નહીં આવે. દારૂબંધી બાબતે કડક કાર્યવાહી કરવામાં આવશે.