ગાંધીનગરઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર દેખાવ કરનારી અસદુદીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ મુસ્લિમીન (AIMIM)ની ગુજરાતના રાજકારણમા એન્ટ્રી થઈ છે. ઓવૈસીની પાર્ટી AIMIMએ સાથે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મદદ કરનારા છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) સાથે જોડાણ કર્યું છે. બીટીપીનના પ્રમુખ છોટુભાઈ વસાવા શનિવારે ટ્વિટ કરીને અસદુદીન ઓવૈસીની AIMIM સાથે જોડાણ કર્યાની જાહેરાત કરી હતી. તેમણે ગુજરાતમાં AIMIM સાથે મળીને ચૂંટણીઓ લડવાનું એલાન પણ કરતામ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી ઓવૈસીની એન્ટ્રી થશે.

દક્ષિણ- મધ્ય ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રોમાં પ્રભાવ ધરાવતા છોટુભાઈ અને તેમના પુત્ર મહેશ વસાવા બંને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ધારાસભ્યો છે. ભરૂચ, નર્મદા જિલ્લામાં અગાઉ ભાજપ- કોંગ્રેસ સાથે જોડાણ કરીને જિલ્લા- તાલુકા પંચાયાતોમાં સત્તા કબજે કરનારા છોટુભાઈ વસાવાએ ટ્વિટ કર્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં AIMIMના ઓવૈસી બીટીપી માટે પ્રચાર કરવા આવશે.



રાજસ્થાન વિધાનસભામાં BTPના બે ધારાસભ્યોએ અશોક ગેહલોત સરકારને ટેકો પાછો ખેંચ્યો તેનો ઉલ્લેખ કરતા વસાવાએ ભાજપ- કોંગ્રેસે પોતાની સાથે દગો કર્યાનું જણાવીને SC,ST,OBC અને માઈનોટિરી સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

ગુજરાત કોંગ્રેસમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી  મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડે લીધો મોટો નિર્ણય, જાણો મહત્વની વિગત