Paper Leak Case:  જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે  સોમવારે ATS દ્વારા આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે બાદ કોર્ટે 10 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજ્યમાં હવે પેપર ફૂટતા અટકે તે માટે આગામી બજેટ સત્રમાં સરકાર કાયદો ઘડશે. જેમાં પેપર વેચનાર અને ખરીદનાર બંનેને કડક સજા થશે. પેપર વેચનારને 7 વર્ષ કે તેથી વધુની સજાની નવા કાયદામાં જોગવાઈ હશે.નવા કાયદામાં પેપર ખરીદનારને 3 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ હશે. પેપર ફોડનાર અને ખરીદનારા સામે બિનજામીપાત્ર ગુનો દાખલ થશે તથા પેપર ખરીદનાર પર આજીવન ભરતી પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકાશે.


પેપર ફૂટવાને લઈ સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન શ્રીરામને લખ્યો પત્ર


સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પેપર ફૂટવાને લઈ ભગવાન શ્રી રામને પત્ર  લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, સતાધારી લોકો રામના નામ ઉપર મદમસ્ત બનીને લોકોને ન્યાય અપાવવામાં નિષફળ નીવડ્યા છે. હવે તો ભગવાન શ્રી રામ તમે એક જ અમારા યુવાનોને બચાવી શકો છો.


પત્રમાં શું લખ્યું


પત્રમાં તેમણે લખ્યું છે, જયશ્રી રામ તમારા ચરણોમાં વંદન.... આજે પ્રભુ આપને પત્ર પાઠવવાની જરૂરિયાત એટલા માટે ઉભી થઈ છે કે ગુજરાતમાં ઘણા વર્ષોથી આપના નામ પર ચુંટાતી સરકાર શાસનમાં છે. ગુજરાતમાં લાખો બેરોજગાર યુવાનો છે.  જયારે જ્યારે પરીક્ષામાં પેપર આપવા જાય છે ત્યારે એક પેપર નવ નવ વખત લીક થાય છે. લોકશાહીમાં સત્તાધારી લોકો તમારા નામ પર મદમસ્ત બની લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. હવે બચાવી શકો તો ભગવાન શ્રી રામ તમેજ એક જ અમારા યુવાનોનો બચાવી શકો છે. ત્યારે આપના મારફત સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી મારી વિનંતી છે.


આરોપીઓના નામ



  • જીત નાયક

  • પ્રભાતકુમાર ,બિહાર

  • અનિકેત ભટ્ટ,વડોદરા

  • ભાસ્કર ચૌધરી,વડોદરા

  • કેતન બારોટ,અમદાવાદ

  • રાજ બારોટ, વડોદરા

  • પ્રણય શર્મા,અમદાવાદ

  • હાર્દિક શર્મા,સાબરકાંઠા

  • નરેશ મોહંતી,સુરત

  • પ્રદીપ કુમાર નાયક,ઓડીસા

  • મુરારી કુમાર પાસવાન વેસ્ટ બંગાલ,

  • કમલેશ કુમાર ચૌધરી,બિહાર

  • મોહમદ ફિરોજ, બિહાર

  • સવેશકુમાર સિંગ,બિહાર

  • મિન્ટુ રાય, બિહાર

  • મુકેશકુમાર,બિહાર


ગુજરાતમાં કયા વર્ષમાં કયુ પેપર ફુટયું



  • 2014 જીપીએસસી ચીફ ઓફિસર

  • 2016 તલાટી પરીક્ષાનું પેપર

  • 2018 ટાટ પરીક્ષાનું પેપર

  • 2018 મુખ્ય સેવિકાની પરીક્ષા

  • 2018 નાયબ ચિટનિસ પરીક્ષા

  • 2018 એલઆરડી પરીક્ષા

  • 2019 બિનસચિવાલય કારકુન

  • 2021 હેડ કલાર્કની પરીક્ષા

  • 2021 વિદ્યુત સહાયક પરીક્ષા

  • 2021 સબ ઓડિટર

  • 2022 વનરક્ષક ભરતી પરીક્ષા

  • 2023 જુનિયર કલાર્ક પરીક્ષા