ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર અને દેખભાળ ઘર પર જ કરવા અંગે જૂની ગાઈડલાઈન્સ અપડેટ કરી છે. જેમાં બીમારીના મામૂલી લક્ષણ જોવા મળે છે. કોરોના પર પ્રેસ બ્રિફિંગ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, ખૂબ જ મામૂલી લક્ષણ ધરાવતા દર્દીઓને ઘરમાં જ આઈસોલેશન પર રાખવા જોઈએ. તેમણે કહ્યું કે આવા દર્દીઓની ઘરમાં દેખરેખ રાખનાર માટે પણ વિશેષ સાવધાની રાખવાની જરુર છે. જેમાં માસ્કથી લઈને હાથની સફાઈ, ગ્લોવ્ઝ સુધી વિસ્તૃત દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. જે મુજબ હવે જે લોકોને કોરોનાના લક્ષણો ન દેખાતા હોય તેમ છતાં રિપોર્ટ પોઝિટિવ આવે તો તેવા લોકો ઘરે રહી શકશે. આવા દર્દીઓને સારવાર હેઠળ નહીં ખસેડવામાં આવે. જે લોકો એવું ઇચ્છતા હોય કે મને કોઈ લક્ષણો નથી તેમ છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મારે ઘરે બેસીને જ સારવાર લેવી છે તો તેવા લોકોને છૂટ આપવામાં આવશે. પરંતુ તેના માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

કઈ શરતોનું પાલન કરવું પડશે

  • સ્થાનિક આરોગ્ય અધિકારી તેનાં ઘરે પૂર્તિ સુંવિધાઓ છે કે નહીં તેનુ નિરીક્ષણ કરશે..

  • દર્દીનાં ઘર મા અલગ રૂમ અને અલગ બાથરૂમની વ્યવસ્થા હોવી જોઈએ..

  • 24 કલાક એક વ્યક્તિ દર્દીની સંભાળ રાખે તેવી વ્યવસ્થા હોવી જોઈએ..

  • હાઇડ્રોકસી કલોરોક્વીન દવાનો કોર્સ કરવાનો રહેશે.

  • ઓન કોલ ડોકટર સુવિધા હોવી જોઈએ.

  • આ અંગે ઘર નાં વડીલે એક બાંહેધરી પત્ર આપવું પડશે.

  • આ શરતો નાં આધારે હોમ આઇસોલેશન માટે મંજૂરી આપવામાં આવશે.


રાજ્ય સરકાર આવા લોકોને દવાની સાથે જ રોજે શું કરવું તેની માહિતી આપશે અને તેનું પાલન કરવું પડશે. જેના કારણે એવા દર્દીઓ જેમનામા લક્ષણો નથી તે ઘરે શરતોને આધારે સારવાર લઇ શકશે અને સાથે કોવીડ સેન્ટરમાં જે સંખ્યા હાઉસ ફુલ થવાના આરે છે ત્યાં પણ લોકોની સંખ્યા ઘટશે.