PM MODI GUJARAT VISIT LIVE : PM નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા, જિલ્લાને આપશે અનેક ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના ગ્લોબલ આયુષ ઈનવેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પીએમ મોદી સહભાગી થયા છે.

abp asmita Last Updated: 20 Apr 2022 04:18 PM

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના ગ્લોબલ આયુષ ઈનવેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પીએમ મોદી સહભાગી થયા છે. આયુષ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી...More

PM નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા, જિલ્લાને આપશે અનેક ભેટ.

દાહોદના ખરોડ ગામે આદિવાસી સંમેલનમાં પહોંચ્યા છે. આ સંમેલનમાં રેલવે વર્કશોપમાં અંદાજે 20 હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર 9 હજાર હોર્સ પાવરની ઈલેક્ટ્રિક લોકો મોટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કરશે. પીએમ દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને 21 હજાર 809 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. દાહોદમાં 1 હજાર 29 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 20 હજાર 50 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહૂર્ત કરશે. સંમેલનમાં 2 લાખથી વધુ લોકો હાજર રહેશે તેવો દાવો કરાયો છે.