PM Modi Gujarat Visit : PM મોદીએ જામનગરમાં યોજ્યો રોડ શો, લોકોનું ઝીલ્યું અભિવાદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે
પીએમ મોદી જામનગર પહોંચ્યા છે. આ દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે કહ્યું કે, આજે જામનગર વટ પાડી દીધો. ખૂબ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ગુજરાતમાં અર્બન નક્સલો પગપેસારો કરી રહ્યા છે. ગુજરાતના યુવાનો, માતાપિતાને ચેતવાની જરૂર છે. આદિવાસી સંતાનોએ ગુજરાતનું નામ રોશન કર્યુ છે. લાખો બાળકોને શિક્ષણ માટે સ્કોલરશીપ આપી છે. અર્બન નક્સલવાદને ગુજરાત ઘૂસવા નહી દે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે વોકલ ફોર લોકલથી પણ આપણે વિકાસ કરી શકીએ છીએ. 2014માં ભારત અર્થવ્યવસ્થામાં દુનિયામાં દસમા નંબર પર હતું. આજે ભારત અર્થ વ્યવસ્થામાં પાંચમા નંબરે આવી ગયુ છે. ગુજરાતમાં બનેલી દવાઓ અને વેક્સિને લાખો લોકોના જીવ બચાવ્યા છે. ભરૂચ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પણ અમૂલ્ય પરિવર્તન આવ્યું છે. આદિવાસી વિસ્તારોમાં પણ ઉદ્યોગોની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત આજે મેન્યુફ્રેક્ચર હબ બન્યું છે. રોરો ફેરી સર્વિસ વિકાસ માટે મોટી તાકાત બનીને ઉભરી છે. ભરૂચ જિલ્લો આજે વાઇબ્રન્ટ બની રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભરૂચને નવું એરપોર્ટ મળી રહ્યું છે ત્યારે વિકાસને નવી ગતિ મળશે. બે દશક પહેલા ગુજરાતની ઓળખ એક વેપારી તરીકેની હતી. અગાઉ ખેતી, ઉદ્યોગ અને રોજગારમાં આપણે પાછળ હતા. બે દશકમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. બે દશક અગાઉ ગુજરાતના માછીમારોને કોઇ પૂછનાર નહોતું. ગુજરાતના યુવાનો માટે સ્વર્ણિમ કાળનો સમય શરૂ થઇ ગયો છે. ભરૂચમાં અગાઉ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નહોતી. ઉદ્યોગ,બંદરો અને વેપારમાં ભરૂચનો આજે જય જય કાર થઇ રહ્યો છે. ગુજરાતે દેશભરના પ્રદેશના લોકોને દિલથી સાથે રાખ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે - ગુજરાત અને દેશની પ્રગતિમાં ભરૂચનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે. એક જમાનામાં ભરૂચ માત્રને માત્ર ખારી સિંગ માટે ઓળખાતું હતું, આજે તેનો ઉદ્યોગ-ધંધા, વેપારમાં જયજયકાર થઇ રહ્યો છે.
પીએમ મોદીએ ભરુચને કરોડો રુપિયાના વિકાસકાર્યોની ભેટ આપી હતી. મોદીએ ભારત માતા કી જય બોલાવીને સભાને સંબોધનની શરૂઆત કરી. જેમાં તેમણે મુલાયમ સિંહને યાદ કર્યા.મોદીએ કહ્યું, મુલાયમ સિંહ સાથે મારો જૂનો નાતો છે. તેમના નિધનથી દેશને મોટું નુકસાન થયું છે. તેમની અને મારી વચ્ચે આત્મીયતાનો ભાવ હતો. સંસદમાં મુલાયમ સિંહે કહ્યું હતું કે, મોદી સૌને સાથે રાખીને ચાલે છે. ભરૂચના અનેક મહાનુભાવોએ દેશનું ગૌરવ વધાર્યું છે. પંડિત ઓમકાર ઠાકુરની ભરૂચમાં મોટી ભૂમિકા છે. કનૈયાલાલ મુનશીના યોગદાનને ક્યારેય ન ભૂલી શકાય. દેશ અને ગુજરાતના વિકાસ માટે ભરૂચની મહત્વની ભૂમિકા છે. ઉદ્યોગ, બંદર, વેપારમાં આજે ભરૂચનો જય જય કાર થાય છે. ગુજરાતે દેશભરના લોકોને દિલથી સાથે રાખ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ આજના પ્રવાસની શરૂઆત ભરૂચથી કરશે. સવારે 11 વાગ્યાની આસપાસ પીએમ મોદી ભરૂચ પહોંચશે.જ્યાં આમોદમાં જાહેર સભા સંબોધશે અને 8,200 કરોડના વિકાસ કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરશે.
બપોરે 1 વાગ્યે આણંદમાં જનસભા સંબોધશે તો બપોરે સવા ત્રણ વાગ્યે અમદાવાદમાં શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કરશે. સાંજે સાડા પાંચ વાગ્યે જામનગરમાં વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે અને રાત્રે રાજકોટના સર્કિટ હાઉસમાં રોકાણ કરશે.
PM આજે ભરૂચમાં રૂ. 9,460 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ સાથે જ સાંજે 5 વાગ્યે તેઓ જામનગરમાં 1460 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો તેમના બીજા દિવસનો કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યાથી શરૂ થશે. PM સવારે 11 વાગ્યે ભરૂચમાં 8000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જ્યારે અમદાવાદમાં આ પછી લગભગ 3:15 વાગ્યે મોદી શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલ છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -