ગાંધીનગર: વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર  ખાતેથી IFFCO કલોલના નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ડિજિટલ ઉદ્ધાટન કર્યું,  આ પ્રસંગે  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં નેનો યુરિયાના આવા 8 નવા પ્લાન્ટ બનાવવામાં આવશે.  કલોલના ઈફ્કો પ્લાન્ટના ડિજિટલ લોન્ચિંગ બાદ પ્રધાનમંત્રી  મોદીએ જણાવ્યું કે, દેશભરના લાખો સ્થળો પરના ખેડૂતો આજે મહાત્મા મંદિરમાં જોડાયા છે, હું તમામનો આભાર વ્યક્ત કરું છું, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગામડાંને આત્મનિર્ભર થવું જરૂરી છે.  વડાપ્રધાન  મોદીએ જણાવ્યું કે, ઘઉં અને અનાજનું બજાર દૂધ ઉત્પાદન કરતા ઘણું ઓછું છે.   પહેલા ગુજરાતમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં ડેરીનું નિર્માણ માટે પ્રતિબંધની જોગવાઈ કરાઈ હતી.   આજે ગુજરાતમાં ચારેબાજુ ડેરી ક્ષેત્ર તાકાતથી ઉભું છે. આજે ભારત એક દિવસમાં આશરે રૂ. 8 લાખ કરોડનું દૂધ ઉત્પાદન કરે છે. 



વડાપ્રધાન મોદીએ કહ્યું,   ભારત વિદેશમાંથી યુરિયાની આયાત કરે છે, જેમાં યુરિયાની 50 કિલોની થેલીની કિંમત 3,500 રૂપિયા છે. પરંતુ દેશમાં આ જ યુરિયાની થેલી ખેડૂતોને માત્ર રૂ. 300માં આપવામાં આવે છે. આપણી સરકાર યુરિયાની એક થેલી પર રૂ. 3,200નો ભાર સહન કરે છે. અમે તમામ મુશ્કેલીઓનો સામનો કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અમારા ખેડૂતોને તકલીફ પડવા દીધી નથી. 


વડાપ્રધાન મોદીએ કહ્યું,  આજે આપણે મોડેલ સહકારી ગામની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગુજરાતના છ ગામોને પસંદ કરવામાં આવ્યા છે જ્યાં સહકારી વ્યવસ્થા સંપૂર્ણપણે ઉપલબ્ધ કરવામાં આવશે. આજે નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં મને આનંદ થયો.  PM મોદીએ કહ્યું કે, દેશમાં નેનો યુરિયાના આવા 8 નવા પ્લાંટ બનાવવામાં આવશે.


કેંદ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું ગુજરાત સહકારી આંદોલનનું દેશમા સફળ મોડેલ માનવામાં આવે છે. સ્વાવલંબી અને સ્વદેશી આ બે આધારો પર સહકાર ક્ષેત્રની શરૂઆત થઈ છે. સરદાર અને ત્રિભુવન પટેલે રોપેલ બીજ આજે વટવૃક્ષ બન્યું છે. નેનો યુરિયાના લિકવિડ ફોર્મના પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન થવાનું છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે નેનો યુરિયા પ્લાંટની શરૂઆત થઈ છે. મોદી સરકારમાં સહકાર મંત્રાલયની રચના થઈ છે. ગુજરાતમાં સહકાર મોડલ સફળ રહ્યું છે. જ્યારથી સહકારી ક્ષેત્રે જોડાયા ત્યારથી અલગ વિભાગની માગ હતી. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ અલગ મંત્રાલયની રચના થઈ છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સહકાર ક્ષેત્રમાં અનેક નિર્ણયો લેવાઈ રહ્યા છે. સહકારી બેંકને RBIના દાયરામાં લાવવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં દેશની કો-પોરેટીવ સોસાયટી વૈકલ્પીક દર ઘટાડીને 15 ટકા થયો છે.