ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત બે દિવસના ગુજરાત આવી રહ્યા છે. મંગળવારે 17 સપ્ટેમ્બરનાં રોજ પીએમ મોદીનો બર્થ ડે છે. આ સાથે તેઓ જન્મ દિવસે સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટીનો ઉત્સવ ‘નમામી દેવી નર્મદે’ની ઉજવણી કરીને નર્મદાનાં નીરનાં વધામણાં કરશે.

પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસ મામલે મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસમાં 16 સપ્ટેમ્બરનાં રોજ રાતે 10.30 કલાકે એરપોર્ટ પર આવશે. જ્યાં સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ દ્વારા તેમનું સ્વાગત કરાશે. રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે.

બીજા દિવસે એટલે પોતાના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે માતા હીરાબાનાં વહેલી સવારે આશીર્વાદ લેવા જશે. જે બાદ 6.35 કલાકે ગાંધીનગર સચિવાલય હેલીપેડથી હેલિકોપ્ટમાં પીએમ મોદી કેવડિયા જવા રવાના થશે. સવારે 7.45 કલાકે કેવડિયા હેલિપેડ પર આગમન થશે. 8 થી 9.30 કેવડિયા સ્થિત વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. 9.30થી 10 સુધી મા નર્મદાનું પૂજન કરશે અને ડેમ કંટ્રોલ રૂમની વિઝિટ કરશે. સવારે 10થી 11 ગરુડેશ્વ વિયર સ્થિત દત્ત મંદિરમાં દર્શન તથા ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્કની મુલાકાત લેશે.

11 થી 12 દરમિયાન જાહેર સભાને સંબોધશે. બપોર 1.15 કલાકની આસપાસ તેઓ ગાંધીનગર સચિવાલય હેલીપેડ પરત ફરશે. જે બાદ તેઓ 2.30 સુધી ગાંધીનગર રાજભવનમાં મીટિંગ કરશે અને 2.30 બાદ અનુકૂળતા પ્રમાણે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

INDvSA: આજે પ્રથમ T 20, આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા

અમદાવાદઃ બિઝનેસમેન હોટલમાં પ્રેમિકા સાથે સેક્સ માણતો હતો ને પત્નિ દિલ્લીથી ફ્લાઈટ પકડીને પહોંચી....

હવે આ બેંકમાં રૂપિયા જમા કરાવવા કે ઉપાડવા પર પણ આપવો પડશે ચાર્જ, આવતીકાલથી જ થશે અમલ